બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat government has announced a big recruitment in Anganwadi

તક / ગુજરાત સરકારે આંગણવાડીમાં મોટી ભરતીની જાહેરાત કરી, જાણો કેટલી જગ્યાઓ, કેટલું વેતન, અને કેવી રીતે કરી શકાશે અરજી?

Kishor

Last Updated: 09:38 PM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આંગણવાડીમાં 10,000 થી વધુ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી રહી છે. એટલે કે 10,000 થી વધુ જગ્યા ભરવામાં આવશે

  • આંગણવાડી કાર્યકરની 3 હજાર તો આંગણવાડી તેડાગર 7000 જગ્યાઓ ભરાશે,
  • આંગણવાડી કાર્યકરને 10 હજાર તો આંગણવાડી તેડાગરને 5500 રૂપિયાનું મળશે વેતન
  • તારીખ 08 નવેમ્બર થી 30 નવેમ્બર સુધી કરી શકાશે ઓનલાઈન અરજી
  • ઓનલાઈન અરજી ફોર્મ https://e-hrms.gujarat.gov.in/ ભરવાના રહેશે

રાજ્યમાં આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરની ભરતીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જે અનુસાર રાજ્યમાં 10,000 થી વધુ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી રહી છે. એટલે કે 10,000 થી વધુ જગ્યા ભરવામાં આવશે અને આ અંગે ઓનલાઇન અરજી કરવાની શરૂઆત આજે 8 નવેમ્બર રાત્રે 12:00 વાગ્યાથી શરૂ થવા જઈ રહી છે જે 30 નવેમ્બર સુધી કરી શકાશે.રાજ્યમાં 53000 આંગણવાડી આવેલી છે. જેમાં વર્ષે કુલ દસ હજારથી વધુ ભરતી થશે.

સરકારના સ્ત્રી અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીમાં સુપરવાઇઝર સહાયક સહિતનાઓની અરજી મંગાવવામાં આવી રહી છે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ ભરતી અનુસાર વાત કરવામાં આવે તો આંગણવાડી કાર્યકર ની 3000 જગ્યાઓ અને 7000 જગ્યાઓ પણ આંગણવાડી તેડાગરની ભરતી કરવામાં આવશે. જેની અરજી https://e-hrms.gujarat.gov.in/ વેબ સાઇટ પર મંગાવાઈ રહી છે.

કયા ડોક્યુમેન્ટ જરૂરી?

અરજીપત્ર, અભ્યાસ અંગેના પ્રમાણપત્ર, ઉંમરનું સર્ટિફીકેટ, જાતિનો દાખલો, પાસપોર્ટ સાઈઝનો ફોટો સહિતના દસ્તાવેજો ફરજિયાત કરાયા છે.

આ રીતે ભરો ફોર્મ
સૌ પ્રથમ https://e-hrms.gujarat.gov.in/ વેબની મુલાકાત લેવી.
બાદમાં જિલ્લો, જગ્યા, જાતી સહિતની વિગત સંપૂર્ણ ભરવી
બાદમાં ઉમેદવારની જરૂરી માહિતી આપવી 
અભ્યાસની વિગતો જણાવવી
વિગત સબમિટ કર્યા બાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવા
ત્યારબાદ અરજી માટે ચૂકવવાની રકમની ઓનલાઈન પેમેન્ટ કરવું.  
સાચી વિગતો બાદ લાસ્ટ સબમિશન પર ક્લિક કરો.
પછી PDF ડાઉનલોડ કરવી

આ પોસ્ટ માટે વય મર્યાદા અને અન્ય વિગતો
આંગણવાડી કામગારમાં અરજી માટે ઇચ્છુક ઉમેદવારોની શૈક્ષણિક યોગ્યતા ધોરણ-10 પાસ છે અને ઉંમર 18થી 35 વર્ષ હોવી જોઈએ.
જ્યારે આંગણવાડી સહાયકમાં ઇચ્છુક ઉમેદવારની શૈક્ષણિક યોગ્યતા ધોરણ-8 પાસ છે. ઉંમર મર્યાદા 18થી 35 વર્ષ ફરજિયાત કરાયું છે.
વધુમાં આંગણવાડી સુપરવાઇઝરમાં રસ ધરાવતા લોકોની શૈક્ષણિક યોગ્યતા ધોરણ-12 પાસ અને ઉંમર મર્યાદા 21થી 40 વર્ષ હોવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ