બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / GUJARAT GOVERNMENT CUTS CHARGE OF CORONA VIRUS RTPCR TEST
Parth
Last Updated: 07:05 PM, 19 April 2021
ADVERTISEMENT
ગુજરાતમાં સરકારનો મોટો નિર્ણય કર્યો છે. ખાનગી લેબમાં RT-PCRના ટેસ્ટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિને જોતાં કોરોના વાયરસના ટેસ્ટમાં વધારો કરવામાં આવે તે ખૂબ જરૂરી છે ત્યારે રાજ્યના ડેપ્યુટી સીએમ દ્વારા ટેસ્ટિંગને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાનગી લેબમાં તથા ખાનગી લેબ દ્વારા ઘરેથી કોરોના વાયરસના ટેસ્ટ કરવાના ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
નીતિન પટેલ દ્વારા કરવામાં આવેલ જાહેરાત અનુસાર લેબ પર જઇ ટેસ્ટ કરવામાં આવે તો રૂ.700 ચાર્જ લેબ હવે લઇ શકશે, આ ટેસ્ટ માટે અગાઉ રૂ.800 ચાર્જ કરવામાં લેવામાં આવતો હતો. ઘરેથી સેમ્પલ લઈને ટેસ્ટ કરવામાં આવે તેમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઘરેથી ટેસ્ટ માટે પહેલા રૂ.1100 ચાર્જ થતો હતો તે હવે ઘટીને રૂ.900 કરવામાં આવ્યો છે. નવા ભાવ આવતીકાલથી તમામ લેબમાં ભાવ ઘટાડો લાગુ થશે.
રાજ્ય સરકાર જે નિર્ણય કરશે તેની માહિતી આગામી સમયમાં આપીશુ: DyCM
ગુજરાતમાં લોકડાઉન મુદ્દે સવાલ કરવામાં આવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કહ્યું હતું કે રાજ્યમાં હાલ તો 20 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ કરવામાં આવ્યું છે અને અનેક તાલુકા અને શહેરોમાં વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉન રાખી રહ્યાં છે. ગ્રામ્ય, તાલુકા કક્ષાએ સ્વૈચ્છિક લોકડાઉન લાગી રહ્યા છે જેમાં વેપારી સંગઠનો બજારો બંધ રાખવાનો જુદી જુદી રીતે નિર્ણય કરી રહ્યા છે અને બજારોમાં ભીડ ન ઉમટે તે માટે પ્રયત્નો ચાલુ છે. રાજ્ય સરકાર જે નિર્ણય કરશે તેની માહિતી આગામી સમયમાં આપીશુ.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 10,340 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણએ 110 લોકોના મોત નિપજ્યા છે. અને 3,981 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,37,545 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 3641 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 53 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1929 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 496 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 325 કેસ, જ્યારે ગ્રામ્યમાં 184 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 683 કેસ અને ગ્રામ્યમાં 128 કેસ નોંધાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.