ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજે બપોરના 12 વાગે વિધાનસભા ગૃહની બેઠક, વિવિધ પ્રશ્નો પર કરાશે ચર્ચા
Last Updated: 10:05 AM, 25 February 2026
ADVERTISEMENT
Gujarat Assembly : આજે એટલે કે 25 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 વાગ્યે ગુજરાત વિધાનસભાની કાર્યવાહી શરૂ થશે. સત્રની શરૂઆત પરંપરા મુજબ પ્રશ્નોત્તરીકાળથી થશે. સભ્યો વિવિધ વિભાગો સંબંધિત પ્રશ્નો રજૂ કરશે અને મંત્રીઓ તેનો જવાબ આપશે. આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે, જેને કારણે સત્ર મહત્વપૂર્ણ બની રહ્યું છે.
ADVERTISEMENT
પ્રશ્નોત્તરીકાળમાં કયા વિભાગો રહેશે કેન્દ્રમાં?
પ્રશ્નોત્તરી દરમિયાન ગૃહ વિભાગ, વાહનવ્યવહાર વિભાગ, પ્રવાસન અને યાત્રાધામ વિભાગ, ઉદ્યોગ વિભાગ,રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, આદિજાતી વિકાસ વિભાગ અને કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગો સાથે જોડાયેલા પ્રશ્નો પર સભ્યો સરકાર પાસેથી સ્પષ્ટતા અને માહિતી માંગશે. ખાસ કરીને વિકાસકાર્યો, યોજનાઓ અને વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા થવાની શક્યતા છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : રાજકોટમાં પોલીસ ભરતીની દોડમાં આવેલી યુવતીએ સહેલીના ઘેર ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો
ADVERTISEMENT
અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા
પ્રશ્નોત્તરીકાળ પૂર્ણ થયા પછી ગૃહમાં અંદાજપત્ર (બજેટ) પર સામાન્ય ચર્ચા હાથ ધરવામાં આવશે. આ ચર્ચા દરમિયાન રાજ્યના આવક-જાવકના અંદાજ, વિકાસ માટેના ખર્ચ, વિવિધ યોજનાઓ માટે ફાળવાયેલા નાણાં અને આગામી આયોજન અંગે સભ્યો પોતાના અભિપ્રાયો રજૂ કરશે. વિપક્ષ અને સત્તાપક્ષ બંને તરફથી વિવિધ મુદ્દાઓ ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ