બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / Gujarat farmer suicide in 2016 NCRB

ચિંતાજનક / આ છે વિકાસ! કેન્દ્ર સરકારના રિપોર્ટે કહ્યું ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યા વધી રહી છે

Published By: Gayatri

Last Updated: 12:18 PM, 13 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જગતના તાતને એવું તે શું દુઃખ પડતું હશે કે તેણે આપઘાત વહોરવો પડતો હશે? ખરેખર પ્રશ્ન થાય. સુખીને સમૃદ્ધ ગણાતું ગુજરાત ખેડૂતોના આપઘાતના લિસ્ટમાં સામેલ જ ન હોવું જોઈએ એની બદલે તે ચોથા નંબરે છે. કેન્દ્ર સરકારે ભારે વિલંબ બાદ આખરે નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના કેલેન્ડર વર્ષ 2016ના આંકડા જાહેર કર્યા છે, જેમાં ગુજરાતમાં ખેડૂતોના આપઘાતની ટકાવારીમાં 35.5 ટકાનો  વધારો થયો છે. શું આ છે વિકાસ?

  • ખેડુતોના આપઘાતના કિસ્સાઓમાં ગુજરાત ચોથા નંબર
  • આત્મહત્યા ગુજરાત સહિત 5 રાજ્યોમાં વધી
  • મહારાષ્ટ્રમાં ખેડુતોના આપઘાતમાં 15 ટકાનો ઘટાડો

ગૃહવિભાગ દ્વારા આખરે આ આંકડા જાહેર કરવામાં આવ્યો જેમાં 11,379 ખેડૂતોએ 2016માં ભારતમાં આપઘાત કર્યો છે જેનો મતલબ દર મહિને 948 ખેડૂતો આપઘાત કરે છે અને દરરોજના 31 જેટલા ખેડૂતો પોતાનું જીવન ટુંકાવ્યુ છે. 

ગુજરાતનો નંબર ચોથો 

દેશમાં ખેડૂતોની આત્મહત્યા ગુજરાત સહિત 5 રાજ્યોમાં વધી છે, જેમાં ગુજરાતનો નંબર ચોથો છે. રાજ્યમાં 2015 માં 301 ખેડૂતોએ જીવન ટુંકાવ્યુ હતું. તે સંખ્યા 2016માં વધીને 408 થઈ ગઈ છે. દર્શાવાઈ છે.   

પંજાબ રાજ્ય ખેડુતોના આપધાતની સંખ્યાના વધારામાં પ્રથમ

આપઘાત સંખ્યામાં 36 ટકાનો વધારો કેન્દ્ર સરકાર માટે ચિંતાજનક છે. પંજાબ રાજ્ય ખેડુતોના આપધાતની સંખ્યાના વધારામાં પ્રથમ ક્રમે છે. એક સમય સૌથી વધુ ખેડુતો આપઘાત કરનાર મહારાષ્ટ્રમાં ઘટાડો થયો છે. મહારાષ્ટ્રમાં ખેડુતોના આપઘાતમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો છે.  જ્યારે તેલંગાણામાં 54 ટકાનો, છત્તીસગઢમાં 28.5 ટકાનો ઘટાડો નોંધાયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Farmer suicide NCRB Suicide gujarat ખેડૂતોનો આપઘાત ગુજરાત Worrying

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ