બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / GRD અને SRDમાં 135 જગ્યાઓ માટે બહાર પડી ભરતી, લાયકાત અને પગાર પર કરી લો નજર
Last Updated: 11:43 PM, 17 August 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં GRD (ગામ રક્ષક દળ) અને SRD (સાગર રક્ષક દળ) માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 135 જગ્યાઓ ભરાશે, જેમાં 99 GRD અને 36 SRD જગ્યાઓનો સમાવેશ થાય છે. 135 ખાલી જગ્યાઓમાંથી GRD પુરુષ-67, GRD સ્ત્રી-32, SRD પુરુષ-36 તેમજ આ ભરતી દરમિયાન ખાલી પડેલી ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
આ ભરતીમાં ઉમેદવારોએ ઓછામાં ઓછું ધોરણ-3 પાસ હોવું જરૂરી છે. ઉંમર 20 વર્ષથી 50 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

ADVERTISEMENT
ઉમેદવારોએ અરજી ઓફલાઈન પદ્ધતિથી કરવાની રહેશે. અરજી સાથે જરૂરી દસ્તાવેજોની નકલ જોડીને નક્કી કરાયેલા સરનામે મોકલવાની રહેશે.
ADVERTISEMENT
ઉમેદવારોની પસંદગી માત્ર ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. આ ભરતીમાં કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવનાર નથી.
ADVERTISEMENT

આ ભરતીમાં ઉમેદવારો પાસેથી કોઈપણ અરજી ફી લેવામાં આવનાર નથી.
આ પણ વાંચો: શુભ સમાચાર મળશે, આ રાશિના જાતકોને યાત્રા-પ્રવાસથી લાભ, જુઓ રાશિ ભવિષ્ય
આ ભરતીમાં અરજી કરતા પહેલા અરજદારોએ સત્તાવાર નોટિફિકેશન PDF ધ્યાનપૂર્વક વાંચી લેવું જરૂરી છે, જેથી જરૂરી દસ્તાવેજો તથા અન્ય નિયમોનું પાલન કરી શકાય.
નોટિફિકેશન વાંચવા માટે અહીં ક્લિક કરો
નોંધ : આ લેખમાં આપેલી બધી વિગતો અમે વિવિધ મિડીયા અને સોશિયલ મીડિયા દ્વારા મેળવી છે, અમારો ઉદ્દેશ્ય તમને નવીનતમ માહિતી પૂરી પાડવાનો છે. માહિતીનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેની ચકાસણી કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.