ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ 'સરદાર'ના સહારે! બેઠકમાં 'જય સરદાર યાત્રા' કાઢવાનો નિર્ણય
Last Updated: 07:28 PM, 25 January 2025
ADVERTISEMENT
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ આક્રમક મોડમાં જોવા મળી રહ્યી છે. અદાવાદમાં કોંગ્રેસની મળેલી બેઠકમાં જય સરદાર યાત્રા કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરદાર પટેલની 150મી જન્મજંયતી પર તમામ જિલ્લાઓમાં કોંગ્રેસ કાર્યક્રમ યોજશે તેવી પણ જાહેરાત કરી છે
ADVERTISEMENT

હવે સરદારના શરણમાં આવી કોંગ્રસ
ADVERTISEMENT
અમદાવાદમાં કોંગ્રેસની મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, જય સરદાર યાત્રા કાઢવામાં આવશે. જેમાં તાલુકા કક્ષાએ કાર્યક્રમ યોજી નાગરિકો સુધી સરદારના વિચારો પહોંચાડવા આવશે. જે માટે રેલીનું પણ આયોજન કરવામાં આવશે. વર્ષો સુધી કોગ્રેસ પર ભાજપે સરદાર સાથે અન્યાયનો આરોપ લગાવ્યો છે ત્યારે ગુજરાતમાં અસરદાર એવા 'સરદાર પોલિટિક્સ' પર હાથ અજમાવવા કોંગ્રેસએ નિર્ણય કર્યો છે.
મનિષ દોશીએ શું કહ્યું ?
ADVERTISEMENT
કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે, આજે ગુજરાત કોંગ્રેસની બેઠક મળી હતી. જેમાં સરદાર સાહેબની 150મી જન્મ જયંતીને લઈ ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં તાલુકા કક્ષાએથી લઈ આ કાર્યક્રમ યોજાશે. જેમાં યાત્રા, જન જાગૃતિ અભિયાન તેમજ સરદાર સાહેબના મુલ્યો અને તેમના વિચારોનું પ્રસાર-પ્રચાર સાથેની યાત્રાઓ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT
આ પણ વાંચો: પૂરપાટ ઝડપે આવતા બાઈકની અડફેટે વૃદ્ધાનું મોત, જુઓ હચમચાવી નાખતો CCTV વીડિયો
રાજકીય ગતિવિધિઓ તેજ
ADVERTISEMENT
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે હવે રાજકીય પક્ષો પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસ અને ભાજપના જિલ્લા કાર્યાલયોમાં ફરી એકવાર ગતિવિધિઓ તેજ થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો