બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / પેટ્રોલ ડીઝલની અછત અંગે અફવા ફેલાવતા લોકો ચેતી જજો, રાજકોટમાં પ્રથમ ફરિયાદ

કાર્યવાહી / પેટ્રોલ ડીઝલની અછત અંગે અફવા ફેલાવતા લોકો ચેતી જજો, રાજકોટમાં પ્રથમ ફરિયાદ

Priykant Shrimali

Last Updated: 08:37 PM, 24 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Petrol Shortage : રાજકોટ જિલ્લા પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા સામે ફરિયાદ દાખલ, કંપની પાસે પૂરતો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો હોવા છતાં... અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

Rajkot Petrol Shortage : રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાએ લોકોમાં ભારે ગભરાટ ફેલાવ્યો હતો. હવે આ મામલે સત્તાવાર રીતે કાર્યવાહી શરૂ થઈ છે અને અફવા ફેલાવવાના આરોપ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. માહિતી મુજબ, રાજકોટ જિલ્લા પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ Indian Oil Corporation Limitedના રાજકોટ સેલ્સ હેડ અમિત જયસ્વાલ દ્વારા નોંધાવવામાં આવી છે.

ફરિયાદ અનુસાર, કંપની પાસે પૂરતો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો હોવા છતાં ગોપાલ ચુડાસમાએ પેટ્રોલ પંપ પર ઇંધણ ખૂટી ગયું હોવાનું નિવેદન આપ્યું હતું. આ નિવેદન બહાર આવતા જ શહેરમાં લોકોમાં ગભરાટ ફેલાયો અને ઘણા લોકોએ પેટ્રોલ પંપ પર દોડધામ કરી દીધી.

આ પણ વાંચો : ધર્મ, રીતી-રિવાજો છીનવવા માટે નહીં પણ દિકરીઓ-માતાઓના આંસુ લુછવા માટે છે આ બિલ : હર્ષ સંઘવી

પરિણામે, શહેરના અનેક પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી હતી. લોકોમાં ભય ફેલાતા ઘણા લોકોએ જરૂરી કરતાં વધુ ઇંધણ ભરાવવાનું શરૂ કર્યું, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની ગઈ. કંપનીના અધિકારીઓનું કહેવું છે કે, આ પ્રકારનું ખોટું નિવેદન લોકોમાં ગેરસમજ ફેલાવે છે અને અનાવશ્યક પેનિક સર્જે છે. તેથી આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટના એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે અફવા અથવા અધૂરી માહિતી ફેલાવવાથી સમાજમાં ગેરવ્યવસ્થા ઊભી થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot petrol shortage rumor IOCL complaint case Gopal Chudasama
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ