બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / બિઝનેસ / ગુજરાત / Budget / Gujarat Budget 2023 Good news for children studying in RTE: From now on government will bear the expenses of smart students

BIG NEWS / આઠ નહીં હવે 12માં ધોરણ સુધી મફત શિક્ષણ: ગુજરાતનાં બજેટમાં મોટી જાહેરાત, આ વિદ્યાર્થીઓને મળશે લાભ

Megha

Last Updated: 12:19 PM, 25 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજેટમાં જાહેરાત કરવામાં આવી એ મુજબ ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ માટે 50 કરોડ વધારાના બજેટની જોગવાઈ કરવામાં આવી છે.

  • RTEના હોશિયાર વિદ્યાર્થીઓને મળશે લાભ
  • RTE અતર્ગત 12 સુધી મળશે મફત શિક્ષણ
  • હોશિયાર બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવશે સરકાર 

ગુજરાતનું નાણાકીય વર્ષ 2023-24 માટે આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ મોટી જાહેરાત કરી છે. એ મુજબ અત્યાર સુધી RTE માં માત્ર 1 થી 8 જ ધોરણ બાળકોને મફત શિક્ષણ મળતું હતું પણ હવે જે બાળક RTE માં અભ્યાસ કરતો હશે તેને ધોરણ 8 બાદ પણ મફત શિક્ષણ મળશે. જણાવી દઈએ કે ધોરણ 8 બાદ હોશિયાર વિદ્યાર્થીઓને ખાનગી સ્કૂલના ભણાવવાનો ખર્ચ સરકાર ઉઠાવશે. બજેટમાં જાહેરાત કરવામાં આવી એ મુજબ ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ માટે 50 કરોડ વધારાના બજેટની જોગવાઈ કરવામાં આવી છે. 

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ શિક્ષણ વિભાગ માટે કુલ 43,651 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

પ્રાથમિક અને માધ્યમિક વિભાગ
• ધોરણ ૧ થી ૮ માં RTE યોજના હેઠળ અભ્યાસ કરેલ હોય તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૮ પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે ૨૦ હજારનું શાળા વાઉચર આપી સહાય કરવા ૫૦ કરોડની જોગવાઈ.

• મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત માળખાકિય અને અન્ય સુવિધાઓ માટે ૩૧૦૯ કરોડની જોગવાઇ.

• પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૬ થી ૧૨ સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી ૪૦૦ જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ ૬૪ કરોડની જોગવાઈ.

• સરકારી શાળાઓની માળખાગત સુવિધાઓની જાળવણી માટે ૧૦૯ કરોડની જોગવાઈ.

• અંદાજે ૬ હજાર મોટી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની વહીવટી કામગીરીનું ભારણ ઓછું કરવા તેમજ શાળાઓમાં આવેલ માળખાકિય સગવડોનું સુવ્યવસ્થિત સંચાલન સુનિશ્ચિત કરવા માટે શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા માટે ૮૭ કરોડની જોગવાઈ.

• ધોરણ ૧ થી ૮ માં RTE યોજના હેઠળ અભ્યાસ કરેલ હોય તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૮ પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે ૨૦ હજારનું શાળા વાઉચર આપી સહાય કરવા ર૫૦ કરોડની જોગવાઈ.

ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ

• ઉચ્ચ શિક્ષણમાં સર્વગ્રાહી સમિક્ષા કેન્દ્રનો પ્રારંભ કરવા ર૩૦ કરોડની જોગવાઇ.

• ગુણવત્તાયુક્ત શિક્ષણ, રિસર્ચ અને ઇનોવેશન, કૌશલ્ય વિકાસ, ટીચર્સ ટ્રેનિંગ તથા વિવિધ અભ્યાસક્રમોના ગુજરાતી ભાષાંતર તેમજ તેને લગતી પ્રવૃત્તિઓ અને ટેક્નોલોજી આધારિત ડિજિટલ લર્નિંગને પ્રોત્સાન આપવા વિવિધ સવલતો પૂરી પાડવા ર૪૦૧ કરોડની જોગવાઇ.

• ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના તાબા હેઠળની સંસ્થાઓમાં ચાલુ બાંધકામ તેમજ મરામતનાં ચાલુ કામો તથા આઇ.ટી. ઉપકરણો માટે ૨૧૬૯ કરોડની જોગવાઈ.

• યુવાનોની સ્ટાર્ટ-અપ સહિતની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટ- અપ અને નોવેશન પોલિસી-૨.૦ અને યુવાનોના આઇડિયાને માઇન્ડ-ટુ- ક્રિટ પહોંચાડવા ઇનોવેશન હબ (1-lub) ખાતે પ્રોટોટાઇપિંગ ડેવલપમેન્ટ સાર માટે ૨૦૦ કરોડની જોગવાઇ

• ઇમર્જીંગ ટેકનોલોજીના ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સેલન્સ (CoES)ની સ્થાપના માટે ર૪૦ કરોડની જોગવાઈ.

• ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા નાગરિકો તરફથી કોલેજો-યુનિવર્સિટીમાં માળખાકિય સુવિધાઓ, આઈ.ટી.ના ઉપકરણો વગેરે માટે લોકભાગીદારીના ધોરણે સહાય પૂરી પાડવા ૨૩૫ કરોડની જોગવાઈ.

• ઉચ્ચ શિક્ષણમાં સર્વગ્રાહી સમિક્ષા કેન્દ્રનો પ્રારંભ કરવા ર૩૦ કરોડની જોગવાઇ.

• IITRAM-અમદાવાદની વિવિધ જરૂરિયાત અન્વયે સહાયક અનુદાન પેટે (૧૮ કરોડની જોગવાઈ.

• સાયબર-ક્રાઈમ, સાયબર-ફ્રોડ અને મોબાઇલ એડીક્શન જેવી અનિચ પ્રવૃત્તિઓથી યુવાનોને બચાવવા અને સાયબર અવેરનેસ થકી તેઓની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ થાય તે હેતુથી કોલેજોમાં કવચ (સાયબર- સિક્યોરિટી અવેરનેસ એન્ડ ક્રિએટિવ હેન્ડહોલ્ડિંગ) કેન્દ્રની સ્થાપના માટે ૨૬ કરોડની જોગવાઈ
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ