બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાલનપુર-ડીસા હાઈવે ગેનીબેન ઠાકોરની કારનો અકસ્મા*ત, યુવક ઈજાગ્રસ્ત, પરિવારના ગંભીર આક્ષેપ
Last Updated: 02:11 PM, 24 January 2026
Geniben Thakor Car Accident : ગેનીબેન ઠાકોરને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર–ડીસા હાઇવે પર આવેલા કુશકલ પાટીયા નજીક એક કાર અકસ્માત થયો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. પરિવારના જણાવ્યા મુજબ આ અકસ્માતમાં એક યુવકને કાર દ્વારા ટક્કર મારવામાં આવી હતી, જેના કારણે યુવકને ઇજા પહોંચી છે. જોકે અહી મોટો આરોપ એ છે કે, જે કાર દ્વારા અકસ્માત થયો તે સાંસદ ગેનીબેન ઠાકોરની અને ઘટના સમયે ગેનીબેન ઠાકોર કારમાં હાજર હોવાના આક્ષેપ થતાં હડકંપ મચી ગયો છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર–ડીસા હાઇવે પર આવેલા કુશકલ પાટીયા નજીક ગઇકાલે એક અકસ્માત થયો હતો. આ મામલે હવે ઇજાગ્રસ્તના પરિવારજનોએ મોટો આક્ષેપ કર્યો છે. પરિવારનો દાવો છે કે અકસ્માતમાં સંડોવાયેલી કાર સાંસદ ગેનીબેન ઠાકોરની હતી અને અકસ્માત સમયે કારમાં ગેનીબેન ઠાકોર સહિત અન્ય લોકો પણ હાજર હતા. તેમનો આક્ષેપ છે કે, અકસ્માત બાદ કાર ત્યાં અટકાવવામાં આવી નહોતી અને ઘટનાસ્થળેથી આગળ વધારી દેવામાં આવી હતી.
ADVERTISEMENT

ગેનીબેન હોસ્પિટલમાં ઇજાગ્રસ્તને પણ મળ્યા
ADVERTISEMENT
આ તરફ પરિવારનું કહેવું છે કે, અકસ્માત સ્થળ પર લેવામાં આવેલા ફોટા અને વિડિયો કારમાં રહેલા લોકોએ ડિલીટ કરાવ્યા હતા. ઉપરાંત તેમનો દાવો છે કે, અકસ્માતના દિવસે ગેનીબેન ઠાકોર ઘટના સ્થળે ન રોકાયા પરંતુ બીજા દિવસે માત્ર હોસ્પિટલમાં યુવકને મળીને ગયા હતા.
વધુ વાંચો : CCTV: અમદાવાદમાં થાર ચાલક પર ફિલ્મી સ્ટાઈલે જીવલેણ હુમલો, જાહેરમાં જ કરાઇ ધોકાવાળી
ADVERTISEMENT
શું કહ્યું ઇજાગ્રસ્ત યુવકના ભાઈએ ?
સમગ્ર મામલે ઇજાગ્રસ્ત યુવકના ભાઈ નરસા માણસાએ જણાવ્યું છે કે, તેમના પરિવારની પ્રથમ માંગ યુવકને યોગ્ય અને વ્યવસ્થિત સારવાર મળવી છે. ત્યારબાદ આ મામલે યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માંગ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.