બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / CCTV: અમદાવાદમાં થાર ચાલક પર ફિલ્મી સ્ટાઈલે જીવલેણ હુમલો, જાહેરમાં જ કરાઇ ધોકાવાળી
Last Updated: 12:41 PM, 24 January 2026
Ahmedabad Vasna Incident : મેટ્રોસિટી અમદાવાદથી ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાસ્તવમાં શહેરમાં જાણે પોલીસનો કે કાયદાનો કોઈપણ પ્રકારનો ડર જ ના હોય તેવી સ્થિતિ બની છે. વિગતો મુજબ અમદાવાદના વાસણા વિસ્તારમાં અસામાજિક તત્વોએ જાહેર રસ્તા પર ખુલ્લેઆમ હિંસક વર્તન કર્યું હતું. રસ્તા વચ્ચે કાર ઉભી રાખીને ફિલ્મી ઢબે હુમલો કરાયો હોવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
અમદાવાદના વાસણામાં ફિલ્મી સ્ટાઈલમાં થાર ચાલક પર હુ*મલો, કરી ધોકાવાળી, જુઓ CCTV
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 24, 2026
(ફરીવાર કાયદો-વ્યવસ્થાને લઇ અમદાવાદ પોલીસ સામે સવાલ ઉઠ્યાં છે. કારણ કે શહેરના વાસણા વિસ્તારમાં ખુલ્લેઆમ એક બ્લેક થાર રોકીને કેટલાક લોકોએ તોડફોડ કરી હોવાના CCTV સામે આવ્યા છે. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય… pic.twitter.com/xJEeUeWiRt
શું છે સમગ્ર ઘટના ?
ADVERTISEMENT
પ્રાથમિક વિગતો મુજબ અમદાવાદના વાસણા વિસ્તારમાં સફેદ રંગની કારમાં આવેલા કેટલાક શખ્સોએ બ્લેક કલરની થાર કારને રસ્તા પર અટકાવી હતી. ત્યારબાદ અચાનક કારના કાચ તોડવા લાગ્યા અને ભારે તોડફોડ કરી. આ સમગ્ર ઘટના દરમિયાન રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

ADVERTISEMENT
આ પણ વાંચો : લગ્નમાં જમ્યા બાદ એકસાથે 50થી વધુ લોકોની તબિયત લથડી, 5 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે
આ તરફ હવે ઘટનાનો વીડિયો જોતા એવું લાગી રહ્યું છે કે, હુમલો કોઈ અંગત અદાવતના કારણે કરવામાં આવ્યો હોય, પરંતુ જાહેર રસ્તા પર આ રીતે કાયદાને હાથમાં લેવું ગંભીર બાબત છે. ઘટના સમયે આસપાસના લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. મહત્વનું છે કે, હાલ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.