ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લગ્નમાં જમ્યા બાદ એકસાથે 50થી વધુ લોકોની તબિયત લથડી, 5 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે

ધોળકા / લગ્નમાં જમ્યા બાદ એકસાથે 50થી વધુ લોકોની તબિયત લથડી, 5 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે

Published By: Priykant Shrimali

Last Updated: 09:18 AM, 24 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dholka Food Poisoning : લગ્ન સમારોહમાં જમ્યા બાદ ગામના 50થી વધુ લોકોની તબિયત બગડી, લોકોને ઉલ્ટી, પેટમાં દુખાવો અને ચક્કર આવવા જેવી ફરિયાદો, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકમાં

ADVERTISEMENT

Dholka Food Poisoning : ધોળકા તાલુકાના કૌકા ગામે યોજાયેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન એક ગંભીર ઘટના સામે આવી છે. વાસ્તવમાં અહીં લગ્ન સમારોહમાં જમ્યા બાદ ગામના 50થી વધુ લોકોની તબિયત અચાનક બગડતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. લોકોને ઉલ્ટી, પેટમાં દુખાવો અને ચક્કર આવવા જેવી ફરિયાદો શરૂ થઈ હતી. જોકે બાદમાં તમામની આરોગ્ય તંત્ર દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી.

શું છે સમગ્ર મામલો ?

વિગતો મુજબ લગ્ન પ્રસંગમાં પીરસવામાં આવેલી મીઠાઈ ખાવાથી ફૂડ પોઈઝનિંગ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વ્હોરા મુસ્લિમ સમાજના આ લગ્ન સમારોહમાં મોટી સંખ્યામાં મહેમાનો હાજર હતા, જેમાંથી ઘણા લોકો અસરગ્રસ્ત થયા હતા.

આ તરફ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગામની નૂર હાઈસ્કૂલમાં તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં અસરગ્રસ્ત તમામ લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી. ધોળકા અને વટામણ અર્બન હેલ્થ શેલ્ટરનો તબીબી સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સતત સારવાર કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો : ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન, 26 જાન્યુઆરીએ યોજાશે સંમેલન

આ સાથે જ 108 ઇમરજન્સી સેવા હેઠળની પાંચ એમ્બ્યુલન્સોને સ્થળ પર મોકલવામાં આવી હતી. ગંભીર હાલત ધરાવતા દર્દીઓને નજીકની આરોગ્ય સંસ્થામાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે સમયસર સારવાર મળી જતા કોઈપણ દર્દીની હાલત ગંભીર બની નથી. આ ઘટના બાદ આરોગ્ય વિભાગ દ્વારા ખોરાકની તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેથી ફૂડ પોઈઝનિંગના ચોક્કસ કારણો જાણી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dholka Food Poisoning Kouka Village News Food Poisoning at Wedding

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ