ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન, 26 જાન્યુઆરીએ યોજાશે સંમેલન
Last Updated: 11:44 PM, 23 January 2026
ADVERTISEMENT
ગાંધીનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે અલ્પેશ ઠાકોર ગાંધીનગરમાં મોટું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. પાટનગરના રામકથા મેદાનમાં ‘અભ્યુદય’ના નામે એક વિશાળ સામાજિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT

સવારે 3 વાગ્યે યોજાશે સંમેલન
ADVERTISEMENT
આ સંમેલન 26મી જાન્યુઆરીએ વહેલી સવારે 3 વાગ્યે યોજાશે. જેને લઈને રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. સંમેલન દ્વારા સામાજિક મુદ્દાઓને લઈને અવાજ ઉઠાવવામાં આવશે તેવી માહિતી મળી છે.

ADVERTISEMENT
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોટુ સંમેલન
ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોર અગાઉ પણ અનેક મુદ્દાઓને લઈ સંમેલનો અને જનઆંદોલનો કરી ચૂક્યા છે. તેમનું આ સંમેલન સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા યોજાઈ રહ્યું હોવાથી તેને રાજકીય દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજ્ય સરકારની વર્ગ-3 ભરતી માટે CCE પરીક્ષાના નવા નિયમોને મંજૂરી
મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકર્તો હાજર રહે તેવી શક્યતા
ADVERTISEMENT
સંમેલનમાં મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકર્તા હાજર રહે તેવી શક્યતા છે. આ શક્તિ પ્રદર્શનથી અલ્પેશ ઠાકોરની રાજકીય અને સામાજિક સક્રિયતા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.