બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Gujarat Agriculture Minister Raghavji Patel had a special meeting with PM Modi, see what issues were discussed
Mehul
Last Updated: 06:25 PM, 14 October 2021
ADVERTISEMENT
ગુજરાત કોંગ્રેસમાંથી ભાજપામાં આવ્યા બાદ લાંબા સમયે ,નવી સરકારમાં કૃષિ મંત્રી બનેલા રાઘવજી પટેલ આજે દિલ્હીની મુલાકાતે ગયા હતા. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કૃષિમંત્રી રાઘવજી પટેલે મુલાકાત કરી હતી. કૃષિમંત્રી બન્યા બાદ પહેલી વખત વડાપ્રધાન મોદીને મળેલા આ બીજા નેતા છે. આ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દીલ્લ્હીની મુલાકાતે ગયા ત્યારે, વડાપ્રધાન સહીત કેન્દ્રમાં રહેલા ગુજરાતના મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. કૃષિમંત્રી પટેલે ગુજરાતના કૃષિ પ્રોજેક્ટ પર વડાપ્રધાન મોદીને વિસ્તૃત માહિતી આપી હતી.
ADVERTISEMENT
સૌરાષ્ટ્રના ખેડૂતોને નુકસાન
રાજ્યમાં પાછોતરા વરસાદ અને પરિણામે, ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓ અંગે પણ વડાપ્રધાનને વાકેફ કર્યા હતા. સૌરાષ્ટ્રમાં અમરેલી,જૂનાગઢ, જામનગર જેવા વિસ્તારોમાં કૃષિ પેદાશોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.આ ઉપરાંત તૌક્તેનાં કારણે ગીર-સોમનાથ અને અમરેલી જીલ્લામાં ભારે નુકસાન થયું હતું.પરિણામે ખેડૂતોને બેવડો માર પડ્યો છે. દરમિયાન,રાજ્ય સરકારે આ હતભાગી ખેડૂતોને લઈને જે રાહત-સહાય માટે વિચારણા કરી છે,તેને લઈને પણ વડાપ્રધાન સાથે કૃષિ મંત્રીએ પરામર્શ કર્યો હોવાનું સમજાય છે.આગામી સમયમાં,રાજ્યમાં નવા કૃષિ પ્રોજેક્ટણે લઈને પણ વડાપ્રધાન સાથે કૃષિમંત્રી સાથે વિશદ ચર્ચા કરાઈ હતી.
કૃષિલક્ષી યોજના પર ચર્ચા
રાજ્યના ખેડૂતો માટેની કલ્યાણકારી યોજનાઓ,સોલાર સીસ્ટમ, ડ્રોન પદ્ધતિથી દવાનો છંટકાવ, ઉપરાંત કેન્દ્રિય કૃષિ યોજનાઓને ગ્રામ્ય વિસ્તારો સુધી પહોચાડવામાં રાજ્યની પ્રગતિ સાથે 2022 માં ખેડૂતોની આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકારની યોજનામાં રાજ્ય સરકારની સહભાગીતા અને કૃષિ લક્ષી લેવા યોગ્ય પગલાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.