ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના 25,000 આરોગ્ય કર્મીઓ લડાયક મૂડમાં, સરકારને આપી ખુલ્લી ચેતવણી

વિરોધના સૂર / ગુજરાતના 25,000 આરોગ્ય કર્મીઓ લડાયક મૂડમાં, સરકારને આપી ખુલ્લી ચેતવણી

Published By: Priykant Shrimali

Last Updated: 10:46 AM, 25 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Health Workers Protest : Gujarat State Health Employees Federation ની ચેતવણી: 25 હજાર આરોગ્ય કર્મચારીઓમાં ઉગ્ર અસંતોષ

ADVERTISEMENT

Gujarat Health Workers Protest : રાજ્યમાં ફરી એકવાર નવા આંદોલનના એંધાણ વર્તાઇ રહ્યા છે. વાસ્તવમાં ગુજરાતમાં આશરે 25 હજાર આરોગ્ય કર્મચારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પંચાયત વિભાગ હેઠળ કામ કરતા આરોગ્ય કર્મચારીઓ સરકાર સામે કડક વલણ અપનાવવાના મૂડમાં છે. કર્મચારીઓનો આરોપ છે કે, સરકારે અગાઉ આપેલા આશ્વાસનો હજુ સુધી અમલમાં મૂક્યા નથી, જેના કારણે તેઓમાં રોષ વધી રહ્યો છે.

ઉચ્ચતર પગારધોરણ અને બઢતી મુખ્ય મુદ્દા

વિગતો મુજબ આંદોલનનો મુખ્ય મુદ્દો ઉચ્ચતર પગારધોરણ અને સમયસર બઢતીનો છે. કર્મચારીઓનું કહેવું છે કે લાંબા સમયથી સેવા આપ્યા છતાં યોગ્ય પ્રમોશન અને પગાર સુધારા મળતા નથી. તેઓનો દાવો છે કે, અસ્પષ્ટ નિયમો અને નીતિઓના કારણે પાયાની કેડરમાં કામ કરતા કર્મચારીઓ જ વધુ ભોગ બની રહ્યા છે.

સરકારને અલ્ટીમેટમ

Gujarat State Health Employees Federation એ સરકારને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, જો ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો રાજ્યભરમાં આંદોલન શરૂ થઈ શકે છે. સંઘના આગેવાનો કહે છે કે, આરોગ્ય સેવાઓમાં કર્મચારીઓની ભૂમિકા અગત્યની છે, છતાં તેમની માંગણીઓને ગંભીરતાથી લેવામાં આવતી નથી.

આ પણ વાંચો : આજે બપોરના 12 વાગે વિધાનસભા ગૃહની બેઠક, વિવિધ પ્રશ્નો પર કરાશે ચર્ચા

પંચાયત સ્તરે કામગીરી કરતા આરોગ્ય કર્મચારીઓનું માનવું છે કે, તેઓ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનો આધારસ્તંભ છે. છતાં, નીતિગત સ્પષ્ટતા ના હોવાથી તેઓને અન્ય કેડર કરતાં ઓછો લાભ મળે છે. આ સ્થિતિ ચાલુ રહેશે તો સેવા પર પણ અસર પડી શકે છે, એવી ચેતવણી સંઘ દ્વારા આપવામાં આવી છે. હાલ પરિસ્થિતિ તંગ છે અને કર્મચારીઓ ફરી એકવાર રસ્તા પર ઉતરે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. જો ચર્ચા દ્વારા ઉકેલ નહીં આવે તો રાજ્યવ્યાપી વિરોધ કાર્યક્રમો જાહેર થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pay Scale Demand Gujarat Health Employees Pay Scale Demand, Health Workers Union

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ