બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / અજબ ગજબ / વિશ્વ / Guinness World Record shared a the story of Giovanni Vigliotto who married more than 100 women from 14 countries

OMG / 32 વર્ષની ઉંમરે 100થી વધારે યુવતી સાથે કર્યા લગ્ન, એ પણ છૂટાછેડા આપ્યા વગર! જાણો કોણ છે આ Giovanni Vigliotto

Vaidehi

Last Updated: 05:40 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

A Man who married 100 times: ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસ્એ એક એવા વ્યક્તિનો કિસ્સો શેર કર્યો છે કે જેણે કુલ 105 મહિલાઓ સાથે લગ્ન કર્યાં અને તમામને છેતરીને રફૂચક્કર થઈ ગયો.

  • ગિનીઝ વર્લ્ડ રેકોર્ડે એક વિચિત્ર કિસ્સો શેર કર્યો
  • એક વ્યક્તિએ 105થી વધુ મહિલાઓ સાથે લગ્ન કર્યાં
  • 14 દેશોની મહિલાને છેતરી થયો રફૂચક્કર

દુનિયામાં આજકાલ વિચિત્ર પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. સોશીયલ મીડિયામાં અનેક એવા કિસ્સાઓ સામે આવે છે જેને જોઈને આપણે દંગ રહી જઈએ. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસ્એ એક એવા જ વ્યક્તિની કહાણી શેર કરી છે જેણે દુનિયામાં સૌથી વધારે લગ્ન કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ વ્યક્તિએ 1 કે 2 નહીં પરંતુ 30 વર્ષની ઉંમરમાં 105 મહિલાઓ સાથે લગ્ન કર્યાં અને એ પણ છૂટાછેડા આપ્યાં વગર..

ગિનીઝએ ટ્વિટર પર વીડિયો કર્યો પોસ્ટ
ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસ્ અનુસાર જિયોવન્ની વિગલિયોટો Giovanni Vigliottoએ 100થી વધારે મહિલાઓ સાથે લગ્ન કર્યાં જે વર્ષ 1949થી 1981 દરમિયાન થયાં. ચોંકાવનારી બાબત તો એ છે કે જિયોવન્નીએ આ લગ્ન છૂટાછેડા આપ્યાં વિના કર્યાં હતાં. ગિનીઝએ ટ્વિટર પર એક વીડિયો ક્લિપ શેર કરી જેમાં બહુવિવાહ કરનારા આ જિયોવન્નીની કહાણી જણાવવામાં આવી છે.

પોલીસને છેતરવા નામ અને જન્મતારીખ બદલતો રહેતો
105 મહિલાઓની જિંદગી સાથે રમનાર આ વ્યક્તિને 28 ડિસેમ્બર 1981માં ફ્લોરિડામાં ટ્રેક કરીને પકડવામાં આવ્યો હતો. ત્યારે તેની ઉંમર 53 વર્ષની હતી. માહિતી અનુસાર જિયોવન્ની આ વ્યક્તિનું સાચું નામ નથી. પૂછપરછ દરમિયાન તેણે દાવો કર્યો કે તે ઈટલીનાં સિસિલીનો રહેનારો છે અને 3 એપ્રિલ 1929માં તેનો જન્મ થયો હતો. તેણે જણાવ્યું કે તે નિકોલઈ પેરુસ્કોવ છે. પરંતુ આ પોલીસને છેતરવા માટે કરવામાં આવ્યું હતું. બાદમાં વકીલથી માહિતી મળી કે તે ફ્રેડ જિપ છે જેનો જન્મ 3 એપ્રિલ 1936માં ન્યૂયોર્કમાં થયો હતો.

14 દેશોની મહિલાઓને બનાવ્યું ટાર્ગેટ
જિયોવન્નીની કોઈપણ પત્ની એકબીજાને નથી ઓળખતી. એટલું જ નહીં જિયોવન્નીનાં વિશે તેઓને ઘણી ઓછી માહિતી હતી. રિપોર્ટસ્ અનુસાર આ વ્યક્તિએ 27 અમેરિકી રાજ્યો તેમજ 14 અન્ય દેશોની મહિલાઓને પોતાનો ટાર્ગેટ બનાવ્યો હતો.  આ માટે તેણે દરવખતે ફેક IDનો ઉપયોગ કર્યો હતો. લગ્ન બાદ આ વ્યક્તિ પત્નીનાં પૈસા અને કિંમતી સામાન લઈને રફૂચક્કર થઈ જતો હતો.

મહિલાઓનો કિંમતી સામાન લૂંટીને ભાગી જતો 
ગિનીઝનાં રિપોર્ટ અનુસાર આ વ્યક્તિ પોતાની પત્નીઓને એવું કહીને છેતરતો હતો કે તે ઘણો દૂર હે છે તેથી સામાન લઈને તેમણે તેની પાસે આવવું પડશે. ત્યારબાદ પ્લાન અંતર્ગત તે ટ્રકોનો સામાન લઈને રફૂચક્કર થઈ જતો હતો. પોલીસનાં હાથમાં આવતાં તેણે જણાવ્યું કે તે આ સામાનને ચોર બજારમાં વેંચતો હતો. આ બાદ તે બીજી મહિલાનો શિકાર કરતો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ