બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / Ground Zero: How prepared is the system where Biporjoy will hit that district? How are experts viewing the storm's status?

મહામંથન / ગ્રાઉન્ડ ઝીરો: બિપોરજોય જે તે જિલ્લામાં ત્રાટકશે ત્યાં તંત્ર કેવું છે તૈયાર? નિષ્ણાંતો વાવાઝોડાની સ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છે?

Vishal Khamar

Last Updated: 10:06 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ઘણા દિવસથી બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગ સતત અપડેટ આપી રહ્યું છે. ત્યારે હવે ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાને પગલે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. તેમજ થોડાક જ દિવસમાં વાવાઝોડું ગુજરાતનાં દરિયા કિનારેથી પસાર પણ થશે. જે બાદ વાવાઝોડું કરાંચી તરફ આગળ વધશે.

બિપોરજોય વાવાઝોડું ગુજરાતને ટકરાશે કે નહીં ટકરાય તેના અનુમાનો સતત થઈ રહ્યા છે. હવામાન નિષ્ણાંતો સતત વાવાઝોડાની દિશાના આધારે સંભવિત આગાહી આપી રહ્યા છે. એક અનુમાન એવું પણ છે કે વાવાઝોડું જેમ આગળ વધશે એમ નબળું પડશે પણ અત્યારની સ્થિતિએ વાવાઝોડાનું લેન્ડફોલ કચ્છમાં છે તે નિશ્ચિત છે અને પછી વાવાઝોડું કરાચી તરફ આગળ વધશે. હવે આ તો કુદરત છે એટલે એ તેના ક્રમ મુજબ ચાલવાની અને તેનો ક્રમ કયારે બદલાય એ કહી ન શકાય. વાવાઝોડાની આ આફત સામે ગુજરાત અલર્ટ મોડ ઉપર છે તો કેટલું છે. જે જિલ્લાઓને સંભવિત અસર થવાની છે ત્યાંના વહીવટીતંત્રની વાવાઝોડાની સંભવિત અસર સામે કેવી તૈયારી છે. કાંઠા વિસ્તારના કેટલા ગામને આઈડેન્ટિફાય કરાયા અને કેટલા લોકોના સ્થળાંતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. નિષ્ણાંતો આગામી સમયમાં વાવાઝોડાની સ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છે.

ક્યા જિલ્લાની ક્યા મંત્રીને જવાબદારી?

કચ્છ
ઋષિકેશ પટેલ
પ્રફુલ્લ પાનસેરીયા
 
મોરબી
કનુ દેસાઈ
 
પોરબંદર
કુંવરજી બાવળીયા
 
જામનગર
મુળુભાઈ બેરા
 
દેવભૂમિ દ્વારકા
હર્ષ સંઘવી
 
જૂનાગઢ
જગદીશ વિશ્વકર્મા
 
ગીર-સોમનાથ
પુરુષોત્તમ સોલંકી
 
રાજકોટ
રાઘવજી પટેલ

 

  • બિપરજોય વાવાઝોડું ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે
  • 14 અને 15 જૂને ભારે વરસાદ થશે
  • કચ્છ, દ્વારકા, જામનગરમાં વધુ વરસાદ થઈ શકે છે
  • વાવાઝોડું સૌરાષ્ટ્ર પાસેથી પસાર થશે 

હવામાન વિભાગે શું કહ્યું?
બિપરજોય વાવાઝોડું ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. 14 અને 15 જૂને ભારે વરસાદ થશે. કચ્છ, દ્વારકા, જામનગરમાં વધુ વરસાદ થઈ શકે છે. વાવાઝોડું સૌરાષ્ટ્ર પાસેથી પસાર થશે. વાવાઝોડું કરાચી તરફ જાય તેવી શક્યતા છે. 15 જૂનના રોજ બપોરના સમયે વાવાઝોડું લેન્ડફોલ થઈ શકે છે. વાવાઝોડું લેન્ડફોલ થશે ત્યારે 120 થી 130 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

  • 12 થી 16 જૂન દરમિયાન વરસાદની શક્યતા વધુ
  • ઓખા, દ્વારકા, માંગરોળ, વેરાવળ, અમરેલી, ભાવનગરમાં અસર વર્તાશે
  • દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે
  • દરિયામાં ઊંચા મોજા ઉછળશે 

અંબાલાલ પટેલની આગાહી શું?
12 થી 16 જૂન દરમિયાન વરસાદની શક્યતા વધુ છે.  ઓખા, દ્વારકા, માંગરોળ, વેરાવળ, અમરેલી, ભાવનગરમાં અસર વર્તાશે. દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. દરિયામાં ઊંચા મોજા ઉછળશે. મધ્ય ગુજરાત સુધી વરસાદ જોવા મળશે. ભારે ગાજવીજ અને ધૂળની ડમરી ઉડશે. બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. વાવાઝોડાનો ઘેરાવ પણ વધુ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ