બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Green potatoes can cause many health related problems
Last Updated: 11:06 PM, 4 January 2024
ADVERTISEMENT
આમ તો બટાકાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. કારણ કે બટાકા એવુ શાક છે કે જે બધા શાકમાં ભળી જાય છે. એટલા માટે જ બટાકાને રાજા કહેવામાં આવે છે. એમાં પણ અત્યારના સમયમાં બટાકાનો ઉપયોગ સતત વધી રહ્યો છે. જો ઘરમાં કોઈ લીલુ શાકભાજી ન હોય તો બટેટાનું શાક અથવા તો બટાકાના ભજીયા બનાવીને ખાવામાં આવે છે. બટેટાને છોલતી વખતે ઘણી વખત આપણે એવું જોયું હશે કે બટાકુ લીલુ દેખાઈ છે. ઘણા બટાકા તો આખા લીલા રંગના હોય છે. જ્યારે કેટલા બટાકાનો ભાગ થોડો એવો લીલો હોય છે. તો શું તમે પણ આ આલુ ખાઈ લો છો? જો હા તો તમને જણાવી દયે કે લીલા રંગનું બટાકા ખાવુ એ સ્વાસ્થય માટે ખુબ જ હાનીકારક હોય છે.ત્યારે આવો જાણીએ ન્યુટ્રિશનિસ્ટ આ વિશે શું કહે છે.

ADVERTISEMENT
ઉલ્ટીનું કારણ બની શકે છે
ન્યુટ્રિશનિસ્ટ આ વિશે કહે છે કે લીલા રંગના બટાકા આપણા સ્વાસ્થય માટે બિલકુલ સારા નથી. બટાકામાં લીલો રંગ ત્યારે આવે છે કે જ્યારે તેમાં glycoalkoloid નામનો કમ્પાઉન્ડ જેે સોલનિન કહેવાય છે તે વધારે હોય છે. જો તમે આ લીલા રંગનું બટાકા વધારે ખાવ છો તો તમારૂ પેટ ખરાબ થઈ શકે છે. આ સામાન્ય રીતે ટોક્સિક હોય છે.. જેનું સેવન કરવાથી તમને ઉલ્ટી, ઝાડા, પેટમાં દુખાવો અને બેચેનીનો અનુભવ થાય છે. એમાં પણ જો તમે વારંવાર ખાવ છો તો તમને ઝાડાની સમસ્યા થઈ શકે છે. એવામાં આપણે લીલા રંગનુ બટેટુ બિલકુલ ન ખાવુ જોઈએ. સોલોનિન આપણા શરીરમાં જાય તો તે ઉલ્ટીનું કારણ બની શકે છે.
ADVERTISEMENT
કેન્સર થવાની સમસ્યા પણ વધી શકે છે
ઘણા કેસમાં જ્યારે લીલા રંગના બટાકાનું વધારે પડતું સેવન થઈ જાય તો પાચનની સમસ્યા અને ફુડ પોઈઝનિંગ જેવી સમસ્યા થઈ શકે છે. ઘણી વખત તે સોલાનિન માથાનો દુખાવો અને બેચેનીનું કારણ પણ બની શકે છે.જો તમે સતત લીલા રંગનું બટાકા ખાવ છો તો કેન્સર થવાની સમસ્યા પણ વધી શકે છે. સારૂ એ જ રહેશે સ્વાસ્થ્ય માટે કે તમે લીલા રંગનાં બટાકા ખાવાથી બચવું જોઈએ.
ADVERTISEMENT
સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે
લીલા રંગના બટાકાનો સ્વાદ પણ થોડો કડવો હોય છે.જે એક ટોક્સિનની નિશાની છે.. છતા પણ આપણે લીલા રંગના બટાકા ખાઈએ છીએ. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે.. જેથી બટેટા હંમેશા સારી ગુણવત્તાવાળા ખાવા જોઈએ.. જ્યારે પણ બટેટું કાપતી વખતે બટાકા લીલા રંગનું જણાઈ તો તેને ફેંકી દેવા જોઈએ.
ADVERTISEMENT
બટાકામાં આ પોષક તત્વો હોય છે
બટાકામાં પોટેશિયમ, વિટામીન C, B6, K, ફાઈબર, નિયાસિન, થાઈમીન, રિબોફ્લેવિન વગેરે હોય છે. પોટેશિયમ, ફાઈબર હૃદય અને પાચન તંત્ર માટે ખુબ જ સારૂ માનવામાં આવે છે.. બટેટામાં વધારે માત્રામાં કોલેસ્ટ્રોલ હોતું નથી. આમ લીલા રંગનું બટાકા ખાવાથી આપણે બચવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.