બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / Govt approves draft notification for mandating air conditioned truck cabins

આરામદાયક સફર / ડ્રાઈવરોની સંભાળ લેતું મોદી સરકારનું પગલું, 'ટ્રકોમાં ફરજિયાત AC' ડ્રાફ્ટને આપી લીલીઝંડી, ગડકરીનું ટ્વિટ

Hiralal

Last Updated: 10:10 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'ટ્રકોમાં ફરજિયાત AC' ડ્રાફ્ટ નોટિફિકેશનને કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઈ છે આ નિયમ હેઠળ નવી ટ્રકોમાં ફરજિયાતપણે એસી ફિટ કરવાનું રહેશે.

  • 'ટ્રકોમાં ફરજિયાત AC' ડ્રાફ્ટ નોટિફિકેશનને કેન્દ્રની મંજૂરી
  • 2025થી તમામ ટ્રકોમાં ફરજિયાત લગાડવું પડશે એસી
  • નીતિન ગડકરીએ ટ્વિટ કરીને આપી માહિતી 

ટ્રક ડ્રાઇવરો ટૂંક સમયમાં જ વાતાનુકૂલિત કેબિનોમાં ડ્રાઇવિંગ કરતા જોવા મળશે. મોદી સરકારે N2 અને N3 કેટેગરીની ટ્રકોની કેબિનમાં એરકન્ડિશનિંગ સિસ્ટમ ફરજિયાત બનાવવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. હવે એર કંડિશનિંગ સિસ્ટમને ફરજિયાત કરવાના ડ્રાફ્ટ નોટિફિકેશનને પણ સરકારની મંજૂરી મળી ગઈ છે. 

નીતિન ગડકરીએ ટ્વીટ કરીને આ માહિતી આપી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટ્વિટ કરીને કહ્યું, N2 અને N3 કેટેગરીની ટ્રકોની કેબિનમાં એર કન્ડિશનિંગ સિસ્ટમ લગાવવા માટે ડ્રાફ્ટ નોટિફિકેશનને મંજૂરી આપવામાં આવી છે. ટ્રક ડ્રાઇવરો માર્ગ સલામતી સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ નિર્ણય ટ્રક ડ્રાઇવરો માટે આરામદાયક કાર્યકારી પરિસ્થિતિઓ પ્રદાન કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે તેમની કાર્યક્ષમતામાં સુધારો કરશે અને ડ્રાઇવરના થાકની સમસ્યાનું નિરાકરણ લાવશે.

N2 અને N3 કેટેગરી શું છે?
N2- આ કેટેગરીમાં આવતી ટ્રકોનું કુલ વજન 3.5 ટનથી વધુ છે, પરંતુ 12 ટનથી ઓછું છે.

N3- આ કેટેગરીમાં એવા ટ્રકનો સમાવેશ થાય છે જેનું વજન 12 ટનથી વધુ છે.

સરકારના આ નિર્ણયથી શું ફાયદો થશે?
ઓટોમોબાઈલ્સના ક્ષેત્રમાં ભારત હવે વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. એટલે કે દેશના રસ્તાઓ પર મોટી સંખ્યામાં વાહનો છે અને આ હાજરી માર્ગ અકસ્માતનું મોટું કારણ બની જાય છે. ટ્રક ચાલકો દરેક સિઝનમાં પોતાની ટ્રક સામાન્ય કેબિનો સાથે હંકારતા હોય છે, જેના કારણે ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. એટલે કે તેમને થાક અને ઓછી ઊંઘ સાથે પોતાનું કામ કરવું પડે છે. જેના કારણે અકસ્માત થવાની શક્યતા છે, હવે તેનાથી રાહત મળશે.

2025 સુધીમાં ટ્રકની કેબિનમાં એસી ફરજિયાત
20 જુન 2023ના દિવસે નીતિન ગડકરીએ 2025 સુધી તમામ ટ્રકોમાં ફરજિયાત એસી ફીટ કરવાના સમાચાર આપ્યાં હતા. તે વખતે તેમણે કહ્યું હતું કે 
"ઓટો ઉત્પાદકોએ ટૂંક સમયમાં ટ્રકના ડ્રાઇવરની કેબિનની અંદર એર કન્ડિશનર લગાવવા પડશે.  મેં તે ફાઇલ પર સહી કરી છે જે ટ્રક ડ્રાઇવરના ડબ્બામાં એર કન્ડિશનિંગ ફરજિયાત કરે છે. આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ટ્રકો ચલાવતા લોકો સાથે સારો વ્યવહાર કરવામાં આવે. ગડરીએ કહ્યું હતું કે આપણા ડ્રાઇવરો 43.47 ડિગ્રીના આકરા તાપમાં વાહન ચલાવે છે અને આપણે ડ્રાઇવરોની સ્થિતિની કલ્પના કરવી જોઈએ. હું પ્રધાન બન્યા પછી એસી કેબિન રજૂ કરવા માટે ઉત્સુક હતો. પરંતુ કેટલાક લોકોએ ટ્રકોની કિંમત વધશે તેમ કહી તેનો વિરોધ કર્યો હતો. આજે મેં એ ફાઈલ પર સહી કરી છે કે બધી જ ટ્રક કેબિન એસી કેબિન હશે.

ટ્રક બનાવનારી કંપનીને મળ્યો 18 મહિનાનો સમય
ગડકરીએ કહ્યું કે 2025થી તમામ ટ્રકોમાં એસી કેબિન લાગુ પાડવાનો પ્લાન છે આ વાતની જાણ ટ્રક બનાવતી કંપનીઓને કરી દેવાઈ છે આ રીતે તેમની પાસે 18 મહિનાનો સમય છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ