બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દબદબો છે GSTનો! નવેમ્બરમાં પણ પાછું ન પડ્યું, બંપર કલેક્શનથી ભરાયો સરકારનો ખજાનો

ઈકોનોમી ગતિ પર / દબદબો છે GSTનો! નવેમ્બરમાં પણ પાછું ન પડ્યું, બંપર કલેક્શનથી ભરાયો સરકારનો ખજાનો

Last Updated: 07:18 PM, 1 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવેમ્બર 2024ના જીએસટી કલેક્શનના આંકડા જાહેર કરાયાં છે.

જીએસટી આવક મામલે નવેમ્બરનો મહિનો પણ સરકાર માટે સારો રહ્યો છે કારણ કે કલેક્શન જરા પણ ઓછું થયું નથી ઉલટાનું વધ્યું છે. તહેવારોની મોસમમાં માગમાં વધારો અને વધુ આવકને કારણે નવેમ્બરમાં ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન 8.5 ટકા વધીને રૂ. 1.82 લાખ કરોડથી વધુ થયું છે ગત વર્ષના નવેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન 1.67 લાખ કરોડ હતું. ઓક્ટોબર 2024માં સરકારને GST કલેક્શનમાંથી મોટી રકમ મળી હતી અને આ રેકોર્ડ 1.87 લાખ કરોડ રૂપિયા હતો. જ્યારે સપ્ટેમ્બર 2024માં આ આંકડો 1.62 લાખ કરોડ રૂપિયા હતો.

વર્ષની તુલનાએ જીએસટી કલેક્શન વધ્યું

ઉલ્લેખનીય છે કે વર્ષની તુલનાએ જીએસટી કલેક્શનમાં 8.5 ટકાનો વધારો આવ્યો છે. અલબત્ત ઓક્ટોબર 2024 એટલે કે ગત મહિનાની જીએસટી આવક 1.87 લાખ કરોડ હતી.

ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન રૂ. 1.87 લાખ કરોડ

ઓક્ટોબરમાં રૂ. 1.87 લાખ કરોડનું GST કલેક્શન નવ ટકા વાર્ષિક વૃદ્ધિ સાથે બીજા નંબરનું શ્રેષ્ઠ GST કલેક્શન હતું. અત્યાર સુધીમાં સૌથી વધુ કલેક્શન એપ્રિલ, 2024માં રૂ. 2.10 લાખ કરોડથી વધુ હતું.

સંકળાયેલા મુદ્દાઓ

November GST November GST news GST latest figure
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ