બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / Government schools, whose system the government itself does not trust, then when will the standard of education improve
Last Updated: 09:48 PM, 10 February 2024
ADVERTISEMENT
સરકારી શાળા. આ એવી જગ્યા છે કે જ્યાં કદાચ શિક્ષકોને નોકરી કરવી પસંદ હશે પણ વાલીઓને તેના સંતાનોને અભ્યાસઅર્થે મુકવા પસંદ નહીં હોય. મોટાભાગના વાલી આ મન:સ્થિતિમાંથી પસાર થતા હશે પણ સરકારી શાળામાં શિક્ષણ આપવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વિધાનસભામાં જ સરકારી શાળામાં શિક્ષણ અંગે અંગૂલીનિર્દેશ કર્યો. કહેવાનો ભાવાર્થ એવો હતો કે સરકારને જ સરકારી શાળા ઉપર ભરોસો નથી રહ્યો કારણ કે નેતા, સચિવો, ઉપરી અધિકારીઓના સંતાનો સરકારી શાળામાં નહીં પણ મોઘીદાટ ખાનગી શાળામાં અથવા તો વિદેશમાં ભણે છે. ગુજરાતમાં જ્યારથી સેલ્ફ ફાયનાન્સ એક્ટ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી સરકારી શાળાઓની દિન-પ્રતિદિન બગડતી સ્થિતિ અને તેની સામે વધુ ને વધુ પ્રગતિ કરતી ખાનગી શાળાઓ વચ્ચેનો સંઘર્ષ ચાલુ જ રહ્યો છે. અહીં સવાલ કોણ ક્યાં ભણે એના કરતા અભ્યાસને કેવી રીતે ગ્રહણ કરે તે મહત્વનું છે. આપણી પહેલાની પેઢી મોટેભાગે સરકારી શાળામાં જ ભણી હશે અને આપણા વાલીઓ પોતાના જીવનમાં સ્વબળે સંઘર્ષ કરીને જ સારી જગ્યાએ પહોંચ્યા હશે. સરકારી શાળામાં જ ભણનારી કે સરકારી કોલેજોમાં ભણનારી આપણી પહેલાની પેઢી ઉપરથી એટલું તો ફલિત થાય છે કે સમજણપૂર્વકનું શિક્ષણ ગ્રહણ કરવું જરૂરી છે અને જો એવું થાય તો તમારી પ્રગતિ કોઈ રોકી શકતું નથી. હવે ફરી ફરીને સવાલ એ થાય છે કે અત્યારે સરકારી શાળાનું નામ પડે એટલે બાળકને ત્યાં નથી મુકવું એવી માનસિકતા સામાન્ય રીતે કેમ જોવા મળે છે?. ગેનીબેને નેતા, અધિકારીઓના સંતાનો સરકારી શાળામાં ન ભણતા હોવાની જે વાત કરી તેમાં તથ્ય કેટલું. જો આ વાત સાચી છે તો શું એવું માનવાનું કે સરકારને જ પોતાની બનાવેલી સિસ્ટમ ઉપર ભરોસો નથી.
ADVERTISEMENT
સરકારી શાળાઓ ફરી ચર્ચામાં
રાજ્યમાં સરકારી શાળાઓ ફરી ચર્ચામાં આવી છે. સરકારી શાળામાં બાળકોને ભણવા ન મુકતા સધ્ધર લોકો સામે સવાલ ઉભા થયા છે. વિધાનસભામાં ગેનીબેન ઠાકોરે મુદ્દો ઉઠાવ્યો છે. સરકારી શાળાઓ અને શિક્ષણના સ્તર અંગે વાત કરીએ તો સરકારી શાળામાં બાળકોને ભણાવવા આપણે કેટલા તૈયાર તે મહત્વનો સવાલ છે
સરકારી શાળા અંગે ગેનીબેનના આક્ષેપ
સરકારી શાળામાં કોઈ સુવિધા હોતી નથી. મધ્યમ અને ગરીબ વર્ગ બાળકોને શાળાએ મુકીને સંતોષ માને છે. આપણી પેઢીના લોકો સરકારી શાળામાં ભણીને જ આ સ્તરે પહોંચ્યા છે. સિસ્ટમમાં જે લોકો આવ્યા તેને જ સિસ્ટમ ઉપર ભરોસો નથી. નેતા, સચિવોના સંતાન સારી શાળામાં અથવા તો વિદેશમાં ભણે છે. આ વલણ દર્શાવે છે કે તમે ગરીબ કે મધ્યમવર્ગના સંતાનોને સારુ શિક્ષણ આપતા નથી. મળતિયાઓને ખાનગી શાળામાં તગડી ફી વસૂલવાનો મોકો મળે છે. કોંગ્રેસના સમયે જે શાળાઓ ચાલતી હતી તેને કોઈ મદદ મળતી નથી. ગુજરાતનું શિક્ષણ ક્યાં ઉભું છે તે સૌએ જોવાની જરૂર છે. ગ્રામ્ય વિસ્તારમાં સ્થિતિ વધારે ખરાબ છે. વાલીઓ પેટે પાટા બાંધીને સંતાનોને ખાનગી શાળામાં ભણાવે છે. જેની માથે જવાબદારી છે એ જવાબદારીમાંથી છટકી રહ્યા છે. અત્યારે વિદ્યાર્થીઓનો પાયો જ કાચો છે. ધોરણ 6 કે 7ના વિદ્યાર્થીને સરખું વાંચતા આવડતું નથી. સરકાર વિદ્યાર્થી પાછળ ખર્ચ કરે તેની સામે સ્કૂલની ગુણવત્તા જોવી જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં સારી ગુણવત્તાની શાળા શોધવી મુશ્કેલ છે. સરકારી શાળાની ગુણવત્તા ઘટી છે તે હકીકત છે. અન્યાય અને તિરસ્કારને કારણે શિક્ષકો સારુ કામ કરતા ખચકાય છે. સિસ્ટમમાં સુધારો લાવવાની જવાબદારી નેતા, વહીવટી અધિકારીની છે. 200-300 કિલોમીટરનું અંતર કાપીને શિક્ષકો અપડાઉન કરે છે. ગુણવત્તા કસોટીઓ માત્ર કાગળ ઉપર ચાલે છે. સરકારે મધ્યમ અને ગરીબ વર્ગને સારુ શિક્ષણ આપવાની માનસિકતા કેળવવી પડે તેમજ કન્યા કેળવણી નિશુલ્ક છે ત્યારે ઘણી શાળાઓ ફી વસૂલે છે. વિદ્યાર્થીઓ માટે પરિવહનની વ્યવસ્થા ફરજિયાત કરવી જોઈએ
કચ્છની સ્થિતિ જ ઘણું કહે છે
કચ્છમાં 274 સરકારી પ્રાથમિક શાળા એક જ શિક્ષકથી ચાલે છે. જિલ્લામાં 10 શાળા એવી છે કે જ્યાં કોઈ શિક્ષક નથી. જિલ્લાફેર બદલીમાં કચ્છમાંથી 1600 શિક્ષક અન્ય જિલ્લામાં ગયા અને 1600 શિક્ષકની સામે 3 જ શિક્ષક કચ્છમાં આવ્યા છે. વિદ્યાર્થીઓની સ્થિતિ પણ ચિંતાજનક જ છે. કચ્છમાં ધોરણ 1 થી 8માં 2 લાખ 26 હજાર 301 બાળકો છે. 53 હજારથી વધુ બાળકો ગેરહાજર રહે છે. સરેરાશ 24% વિદ્યાર્થીઓ કચ્છમાં ગેરહાજર
વાંચવા જેવું:
આ સ્થિતિને પણ સમજવી રહી
રાજ્યમાં 2014-15 થી 2022-23 સુધીમાં સ્થિતિમાં ફેરફાર
9 વર્ષમાં 4 લાખ 51 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી
અમદાવાદમાં જ 9 વર્ષમાં 50 હજારથી વધુ વિદ્યાર્થી સરકારી શાળામાં દાખલ
શિક્ષકો પણ દરેક વિસ્તારમાં જઈ વાલીઓને મળે છે
સરકારી શાળામાં પ્રવેશના ફાયદા સમજાવાઈ રહ્યા છે
સ્માર્ટ શાળાઓને કારણે સરકારી શાળા તરફ લોકો આકર્ષાયા
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સંજયદ્રષ્ટિ / ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત, બીજી તરફ મંત્રીઓએ ઓફિસમાં શરૂ કર્યો ઓવરટાઈમ!
Sanjay Vibhakar
ક્રાઈમ સિક્રેટ્સ / વિષ કન્યાએ લીધો 2000થી વધુ પુરુષોનો ભોગ, બનાવી મહિલાઓની ગેંગ, પણ કોઈ ન આપી શક્યું સજા
Dhruv
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.