બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / 'Government ready to face calamity', Rishikesh Patel's statement on Meghmeher in Gujarat

મેઘમહેર / 'સરકાર આફતને પહોંચી વળતા તૈયાર', ગુજરાતમાં મેઘમહેરને લઈને ઋષિકેશ પટેલનું નિવેદન

Vishal Khamar

Last Updated: 08:12 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર છે. ત્યારે વરસાદને લઈને રાજ્ય સરકારનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કોઇ પણ આફતને પહોંચી વળવા માટે NDRF અને SDRFની ટીમો મદદમાં છે. તેમજ વરસાદની તમામ માહિતી પર સરકારની સતત નજર છે.

  • રાજ્યભરમાં મેઘમહેર રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન 
  • ગુજરાતમાં સાવત્રિક મેઘમહેરને લઇ સરકાર તૈયાર 
  • હવામાન વિભાગ સતત આપી રહ્યું છે તમામ વિસ્તારની અપડેટ

રાજ્યમાં પડી રહેલ વરસાદને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સરકાર હંમેશા તૈયાર હોય છે. આપણું હવામાન વિભાગ પણ ખૂબ તૈયાર રહેલું છે. અને આપણને વખતો વખત માહિતી પણ મળતી રહે છે.  તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સતત હવામાન વિભાગનાં સંપર્કમાં છે. ઉપર વાળો રિસાય અને વધારે વરસાદ વરસાવે તો એકબાજુ આશીર્વાદ છે અને એકબાજુ આફત પણ છે. અને એ જ્યારે આફતરૂપ વરસાદ આપણને લાગતો હોય તે ભવિષ્યમાં આશીર્વાદ રૂપ પણ સાબિત થતો હોય છે.  

ફાઈલ ફોટો

રાજ્ય સરકાર સતત ચિંતા કરી રહ્યું છેઃ ઋષિકેશ પટેલ
પરંતું અત્યારે તેની સામે લડવા માટે અને કોઈની જાનહાનિ ન થાય, પશુહાનિ ન થાય એની સતત ચિંતા રાજ્ય સરકાર કરી રહ્યું છે.  અને પળે પળની રજે રજની માહિતી NDRF અને SDRF ની ટીમો સાથે ભારતીય જનતા પાર્ટીનાં ચૂંટાયેલા લોકો તેમની મદદમાં તેમની વ્હારે પહોંચી ગયા છે.  

સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદ થઈ શકે 
હવામાન વિભાગની આગાહી મુજબ ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદમાં વરસાદ થવાની સંભાવના છે તેમજ પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરાઈ છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. આવતીકાલે ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદમાં વરસાદ થવાની સંભાવના છે. દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદ થઈ શકે છે.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ