બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 226 સકંજામાં, 134 સામે ગુનો, ગુજરાત સરકારે પઠાણી ઉઘરાણી કરનારા સામે ખોલ્યો મોરચો, લોકોને કરી આ અપીલ

કાર્યવાહી / 226 સકંજામાં, 134 સામે ગુનો, ગુજરાત સરકારે પઠાણી ઉઘરાણી કરનારા સામે ખોલ્યો મોરચો, લોકોને કરી આ અપીલ

Last Updated: 04:52 PM, 9 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયેલા સામાન્ય લોકોને રાહત આપવા સરકાર જે ડ્રાઇવ ચલાવી રહી છે તેને લઇને માહીતી આપતી પત્રકાર પરિષદ આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સંબોધવામાં આવી

વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયેલા સામાન્ય લોકોને રાહત મળે તે હેતુથી રાજ્યમા ઝુંબેશ ચાલી રહી છે.. જેને લઇને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપી... ગયા વર્ષે 841 કેસ કરાયા હતા જેના આરોપી પણ પકડાયા છે.. જ્યારે આ વર્ષે સરકારનું ફોકસ 1 થી 5 લાખ સુધીની ડાયરીથી વ્યાજે આપેલી રકમ પર છે.. જેના માટે 10 દિવસમાં 134 ફરીયાદ દાખલ થઈ ચૂકી છે.. જેમાં 226 લોકો પકડાયા છે...

વ્યોજખોરોથી ત્રાસ પામેલા પરિવારને સરકારની યોજના થકી લોન અપાશે... આ અભિયાન આગામી 2થી 3 માસ સુધી ચાલશે.... આ કામગીરી હેઠળ ખંભાતમાં 80 હજાર નાણાં સામે વ્યાજ સહિત 2.93 લાખ રૂપિયા વસુલ્યા હોય તે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઇ છે...

'ભલમનસાઇમાં રૂપિયા આપ્યા હોય તે ન ફસાઇ જાય તે પણ જોવું'

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એમ પણ કહ્યું કોઇએ ભલમનસાઇથી રૂપિયા આપ્યા હોય અને વ્યાજ પણ ન લેતો હોય અને રૂપિયા પાછા માંગતો હોય તો તેની સામે કોઇ ફરીયાદ ન થાય તે પણ મહત્વનું છે.. કારણ કે કોઇ મદદ કરનાર વ્યક્તિ હેરાનન થાય તે પણ એટલું જ મહત્વનું છે.

૨૨૬ વ્યાજખોરો સામે કાર્યવાહી

મહત્વપૂર્ણ છે કે વ્યાજખોરો અને વ્યાજના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા ગુજરાત સરકાર એકશનમાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સુચનાથી ગુજરાત પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ હાલ ચાલી રહી છે.. સ્પેશિયલ ડ્રાઇવમાં ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ કરાઇ છે

સરકારે આપી આ સૂચના

અનધિકૃત એકપણ વ્યાજખોર પોલીસની કડક કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય તેની ખાસ તકેદારી સાથે સમગ્ર કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે.

૫૬૮ લોકદરબારમાં ૩૨ હજારથી વધુ નાગરિકો જોડાયા

તા.૨૧મી જુનથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં યોજાયેલા ૫૬૮ લોકદરબારમાં ૩૨ હજારથી વધુ નાગરિકો જોડાયા છે. આ લોક દરબારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે. આ લોકદરબારમાં પોલીસ મહાનિરીક્ષક, પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ વ્યાજખોરોના દબાણથી પરેશાન નાગરિકોની વેદના ખૂબ જ ધ્યાનથી સાંભળી છે અને તેમની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી છે.

PROMOTIONAL 12

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

usurers Harsh Sanghvi Special drive
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ