બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સરકાર આપશે 90 હજાર રૂપિયા, ક્રેડિટ કાર્ડ પણ મળશે, માત્ર આ ડોક્યુમેન્ટથી મેળવી શકશો રૂપિયા
6 ફોટો ગેલેરી
Last Updated: 12:08 PM, 14 August 2026
1/6
જો તમે નાનો વ્યવસાય શરૂ કરવા વિચારી રહ્યા છો તો સરકારની મદદ લઈ શકો છો. મોદી સરકારે સ્ટ્રીટ વેન્ડર્સ માટે ચાલુ કરેલી પીએમ સ્વનિધિ યોજના (PM Svanidhi Yojana) હવે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. આ યોજનામાં વગર કોઈ જામીન 90,000 રૂપિયા સુધીનું લોન મળે છે અને સાથે સરકાર તરફથી કેટલાક વધારાના ફાયદાઓ સાથે ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવે છે.
2/6
જૂન 2020 માં આ યોજના શરૂ થઈ હતી. કોરોના કાળમાં જેમનો વ્યવસાય ખોવાઈ ગયો હતો એવા રેહડી-પટરી વાળાઓને તે વખતે ખૂબ મદદરૂપ થઈ હતી. હવે આ યોજના 31 માર્ચ 2030 સુધી ચાલુ રહેશે. આજે તેના લાભાર્થીઓની સંખ્યા 75.5 લાખને પાર કરી ગઈ છે. અત્યાર સુધી 1.12 કરોડથી વધુ લોન આપવામાં આવ્યા છે, જેની કુલ રકમ 17,800 કરોડ રૂપિયાથી વધુ છે. તેમાંથી 55 લાખથી વધુ લાભાર્થીઓને ડિજિટલી જોડવામાં આવ્યા છે. સરકારી આંકડા મુજબ લાભાર્થીઓને ડિજિટલ કેશબેક અને વ્યાજ સબસિડીના રૂપમાં લગભગ 800 કરોડ રૂપિયા મળી ચૂક્યા છે.
3/6
આ ગેરંટી-ફ્રી લોન યોજનામાં પાત્ર લાભાર્થીને 90,000 રૂપિયાની આર્થિક મદદ મળે છે. પહેલાં આ રકમ 80,000 રૂપિયા હતી, પછી સરકારે 10,000 વધારીને 90,000 કરી દીધી. લોન ત્રણ હપ્તામાં આપવામાં આવે છે અને તે લાભાર્થીની ચુકવણીની ક્ષમતા પર આધારિત હોય છે. એક હપ્તો સમયસર ચૂકવ્યા પછી જ બીજો અને પછી ત્રીજો હપ્તો મળે છે. અરજી મંજૂર થયા પછી પહેલા 15,000 પછી 25,000અને છેલ્લે 50,000 રૂપિયા આપવામાં આવે છે.
4/6
સરકાર માત્ર 90 હજારનું લોન જ નથી આપતી. પીએમ સ્વનિધિના લાભાર્થીઓને યુપીઆઈ લિંક્ડ રૂપે ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવે છે. જે લોકો બીજા હપ્તાની લોન સમયસર ચૂકવે છે, તેમને 30 હજાર રૂપિયા સુધીની લિમિટવાળું ક્રેડિટ કાર્ડ મળે છે. વધુમાં, રિટેલ અને હોલસેલ વ્યવહારોમાં ડિજિટલ પેમેન્ટ કરવા પર કેશબેકનો પણ ફાયદો મળે છે.
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ