બ્રેકિંગ ન્યુઝ
VTV / government brings new rule for aadhaar offline verification
ADVERTISEMENT

આધાર વેરિફિકેશન ઑફલાઇન કરાવી શકો છો.
ADVERTISEMENT
ભારતમાં આધાર કાર્ડ હોવું કેટલું જરૂરી છે તે વિશે તમે બધા જાણતા જ હશો. આધાર કાર્ડની મદદથી આજે દેશમાં દરેક કામ થઈ શકે છે અને જો તેમાં કોઈ માહિતી ખોટી હોય તો તમારું કામ અધવચ્ચે જ અટકી શકે છે. તમને જણાવી દઈએ કે ભારત સરકારે હવે આધાર વેરિફિકેશનને લઈને એક નવો નિયમ જારી કર્યો છે, જે મુજબ હવે તમે ઇચ્છો તો આધાર વેરિફિકેશન ઑફલાઇન કરાવી શકો છો.
નવો નિયમ શું છે
ADVERTISEMENT
આધારના વેરિફિકેશનને લઈને ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નવા નિયમ અનુસાર હવે તમારે આ પ્રક્રિયા માટે ડિજિટલ હસ્તાક્ષરનો દસ્તાવેજ આપવો પડશે. આ દસ્તાવેજ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)માંથી બનાવી શકાય છે. આ ડિજિટલ સિગ્નેચર ડોક્યુમેન્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના પર તમારા આધારના છેલ્લા 4 અંકો લખેલા હશે.

ADVERTISEMENT
આધાર ધારક પાસે ઓફલાઈન ઈ-કેવાયસી સબમિટ કરવાનો વિકલ્પ છે,
સરકાર દ્વારા જાહારે કરાયેલા નવા નિયમ મુજબ, આધાર ધારક પાસે આધાર વેરિફિકેશન માટે કોઈપણ અધિકૃત એજન્સીને પોતાનું ઓફલાઈન ઈ-કેવાયસી સબમિટ કરવાનો વિકલ્પ છે, ત્યારબાદ એજન્સી ગ્રાહકના આધાર નંબર અને અન્ય માહિતી કેન્દ્રીય ડેટાબેઝને મોકલશે. એકસાથે ભેળવી દેવામાં આવે છે અને પછી જો આ માહિતી સાચી જણાય તો આ સમગ્ર પ્રક્રિયા આગળ ધપાવવામાં આવે છે.
ADVERTISEMENT
શું ફાયદો છે
તમને જણાવી દઈએ કે આ ઑફલાઇન ઇ-કેવાયસી ગ્રાહકોને ફાયદો કરે છે કે વેરિફિકેશન એજન્સીને તમારો ઇ-કેવાયસી ડેટા સ્ટોર કરવાથી રોકી શકાય છે. ઑફલાઇન ચકાસણીના ઘણા પ્રકારો છે જેમાં ઑફલાઇન પેપર આધારિત વેરિફિકેશન, QR કોડ વેરિફિકેશન, આધાર પેપરલેસ ઑફલાઇન ઇ-કેવાયસી વેરિફિકેશન અને ઇ-આધાર વેરિફિકેશન વગેરેનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.