બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ટેક અને ઓટો / Government Action 100 days plan to stop cyber crime

સાયબર ફ્રોડ / સાયબર ક્રાઈમને રોકવા કેન્દ્ર સરકારે બનાવ્યો જબરદસ્ત પ્લાન, ફ્રોડ કરનારાની હવે ખેર નહીં!

Vidhata

Last Updated: 02:21 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સરકારે એક નક્કર પગલું ભર્યું છે, જે અંતર્ગત 100 દિવસની યોજના બનાવવામાં આવી છે, જેમાં છેતરપિંડી કરનારાઓને ઓળખવામાં આવશે અને તેમના નંબર બ્લોક કરવામાં આવશે. છેતરપિંડી કરનાર કૉલર હવે તેમની ઓળખ છુપાવી શકશે નહીં.

ઓનલાઈન ફ્રોડની સમસ્યાથી કેન્દ્ર સરકાર ઘણી પરેશાન છે. ઓનલાઈન ફ્રોડની મોટાભાગની ઘટનાઓને મોબાઈલ ફોન દ્વારા કરવામાં આવે છે. સરકાર દ્વારા ઓનલાઈન ફ્રોડને રોકવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે, પરંતુ સમસ્યા હજુ પણ યથાવત છે. આવી સ્થિતિમાં સરકાર કાર્યવાહી કરવાના મૂડમાં છે. 

સરકારે બનાવી 100 દિવસની યોજના 

સરકારે 100 દિવસની યોજના તૈયાર કરી છે જે અંતર્ગત અજાણ્યા કોલ કરીને ફ્રોડ કરનારાઓની ઓળખ કરવામાં આવશે. સાથે જ ફ્રોડ કરનારાઓના નંબરો પણ બ્લોક કરી દેવામાં આવશે. ઉપરાંત, આવા કેસોની ફરિયાદ કરવા માટે એક નોડલ એજન્સી બનાવવામાં આવશે, જે નેશનલ સાયબર સિક્યોરિટી એજન્સી તરીકે ઓળખાશે. સરકાર કોઈપણ પ્રકારની છેતરપિંડીની સમયસર ઓળખ કરીને તેને રોકવાનો પ્રયાસ કરી રહી છે.

કોલર આઈડીનો નિયમ લાગુ કરવામાં આવશે

સરકારે 100 દિવસમાં કૉલિંગ નેમ પ્રેઝન્ટેશન એટલે કે CNAP સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં દેશમાં 1 ઓગસ્ટથી કોલર આઈડી સિસ્ટમ લાગુ થઈ શકે છે. તેમજ નેશનલ સાયબર સિક્યોરિટી એજન્સી (NCSA) શરૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે NCSA એક સરકારી સંસ્થા છે, જે ડિજિટલ ફ્રોડને રોકવા માટે કામ કરે છે.

વધુ વાંચો: ભૂલથી પણ ન કરતા આ Appનો યુઝ, નહીંતર YouTube એકાઉન્ટ થઇ જશે બૅન, જાણો વિગત

સરકારે લીધા છે આ મોટા પગલા 

આ વર્ષે સરકાર દ્વારા 13 મિલિયન શંકાસ્પદ સિમ કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે. તેમજ 70 હજાર પોઈન્ટ ઓફ સેલ મશીન ડિસ્કનેકટ લારવામાં આવ્યા. આ વર્ષે લગભગ 1.56 લાખ હેન્ડસેટથી છેતરપિંડીના બનાવો બન્યા છે. આ સમયગાળા દરમિયાન, લગભગ 200K નકલી SMS હેન્ડલ બંધ કરવામાં આવ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે TRAI એ 23 ફેબ્રુઆરીએ ફ્રોડ કોલ્સ રોકવા માટે CNAP બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ