બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / Gov manage night vision camara in mayor house

વિવાદ / સુરતના મેયરનો બંગલો ફરી વિવાદમાં, 14 નાઈટ વીઝન કેમેરા બંગલામાં લગાવામાં આવશે

Published By: Ronak

Last Updated: 04:31 PM, 21 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત શહેરમાં મેયરના બંગલામાં નાઈટ વીઝન કેમેરા લગાવાને લઈને પ્રજાજનોમાં રોષનો માહોલ, કોરોના મહામારીમાં સરકાર પાસે ફંડ નથી તો પછી મેયરના બંગલા પાછળ આટલો બધો ખર્યો શા માટે તેવો લોકોએ કર્યો સવાલ

  • સુરતના મેયરનો બંગલો ફરી વિવાદમાં 
  • બંગલા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થશે 
  • પ્રજાજનોમાં રોષનો માહોલ 

સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલાનો બંગલો ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. બંગલામાં તંત્ર દ્વારા આડેધડ ખર્ચો કરવામાં આવી રહ્યો છે જેના કારણે બંગલો વિવાદમાં આવ્યો છે. કોરાના મહામારીના સમયમાં એક તરફ સરકાર પાસે પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટ નથી ત્યારે આવા સમયે મેયરના બંગલા પાછળ વધારે પડતો ખર્યો શા માટે કરવામાં આવી રહ્યો છે, તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે. 

બંગલામાં લાગશે LED કેમેરા

મેયરના બંગલામાં કેમેરા, હાર્ડ ડિસ્ક અને એલ.ઈ.ડી ટીવી લગાવામાં આવ્યા છે. જેની કોઈ પણ જરૂર નથી. તો પછી આ ખોટો ખર્ચો કેમ કરવામાં આવી રહ્યો છે. તે એક ગંભીર પ્રશ્ન બન્યો છે. જે રૂપિયા મેયરના બંગલા પાછળ ખર્ચવામાં આવી રહ્યા છે. તે રૂપિયા પ્રજા માટે કેમ ન ખર્ચી શકાય તેવું લોકોનું કહેવું છે. 

અગાઉ પણ બંગલો વિવાદોમાં આવ્યો હતો 

આ પહેલા પણ મેયરનો બંગલો અમુક કારણોસર વિવાદોમાં આવ્યો હતો. ત્યારે આ વખતે પણ ફરી વાર ખોટા ખર્ચાને કારણે બંગલો વિવાદોમાં આવ્યો છે. જેના કારણે લોકોમાં ક્યાંકને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. 

નાઈટ વિઝન કેમેરા 

બંગલામાં 14 કેમેરા અને LED સહિત અલગ અલગ સાધનો પાછળ ખર્ચો કરવામાં આવશે. જે કેમેરા મેયરના બંગલામાં લગાવાના છે તે કેમેરા નાઈટ વિઝન કેમેરા હોવાનું સામે આવ્યું છે. જેથી તે કેમેરામાં રાતના વ્યુઝ્યુલ પણ સ્પષ્ટ રીતે દેખી શકાશે. જેના કારણે લોકોના મનમાં એ સવાલ છે કે શું મેયરના બંગલામાં આવી સુવિધા હોવી જોઈએ? 

પ્રજાના પૈસે જલસા 

ઉલ્લેખનીય છે કે અદ્યતન ટેક્નોલોજી વાળા કેમેરા મેયરના બંગલામાં લગાવામાં આવશે અને આજ કારણ છે કે મેયરનો બંગલો ફરી વખત વિવાદોમાં આવ્યો છે. કારણકે સરકાર પાસે હાલ કોરોનાને કારણે પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટ પણ નથી. પરંતું તંત્ર દ્વારા મેયરના બંગલા પાછળ અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

surat સુરત સુરત મેયર બંગલો surat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ