બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Good news for Indian economy: Moody's says growth rate excellent

Moody / યુરોપના દેશોની હાલત ખરાબ, પણ ભારતીય અર્થતંત્ર માટે ગુડ ન્યૂઝ: Moody's એ કહ્યું ગ્રોથ રેટ શાનદાર

Priyakant

Last Updated: 03:37 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Moody News: રશિયા-યુક્રેન યુદ્ધને કારણે જ્યાં યુરોપના ઘણા દેશોની અર્થવ્યવસ્થા ખરાબ સ્થિતિમાં છે ત્યાં ભારત શાનદાર વિકાસ દર સાથે વધી રહ્યું છે આગળ

  • ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની ગયું 
  • વિશ્વ બેંકથી લઈને IMF સુધીની તમામ રેટિંગ એજન્સીઓએ સ્વીકાર્યું 
  • મૂડીઝે ભારતીય અર્થતંત્રની પ્રશંસા કરતા BAA3 રેટિંગ જાળવી રાખ્યું 

ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની ગયું છે અને વિશ્વ બેંકથી લઈને IMF સુધીની તમામ રેટિંગ એજન્સીઓએ આ વાત સ્વીકારી છે. વાત જાણે એમ છે કે, હવે વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝ તરફથી ભારતીય અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધને કારણે જ્યાં યુરોપના ઘણા દેશોની અર્થવ્યવસ્થા ખરાબ સ્થિતિમાં છે ત્યાં ભારત શાનદાર વિકાસ દર સાથે આગળ વધી રહ્યું છે. 

BAA3 રેટિંગ જાળવી રાખ્યું
મૂડીઝે ભારતીય અર્થતંત્રની પ્રશંસા કરતા BAA3 રેટિંગ જાળવી રાખ્યું છે. ભારતીય અર્થવ્યવસ્થામાં વિશ્વાસ જાળવી રાખીને મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે શુક્રવારે જાહેર કરેલા તેના અહેવાલમાં ભારતનું રેટિંગ અને આઉટલુક યથાવત રાખ્યું છે. મૂડીઝના મતે ભારતીય અર્થવ્યવસ્થા આ ગતિએ આગળ વધતી રહેશે. 

આ સાથે રેટિંગ એજન્સીએ ભારતના લાંબા ગાળાના સ્થાનિક અને વિદેશી ચલણ રેટિંગ તેમજ સ્થાનિક-ચલણ સિનિયર અસુરક્ષિત રેટિંગ BAA3 પર જાળવી રાખ્યું છે. આ ઉપરાંત ભારતનું ટૂંકા ગાળાનું સ્થાનિક ચલણ રેટિંગ પણ P-3 પર સ્થિર રાખવામાં આવ્યું છે. 

ભારતમાં આવકનું વધતું સ્તર
રેટિંગ એજન્સી મૂડીઝના ભારત પરના વિશ્વાસની પુષ્ટિ કરે છે કે, દેશની અર્થવ્યવસ્થા સાચા માર્ગ પર છે. જોકે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઝડપી ગતિએ આગળ વધવા છતાં છેલ્લા 7 થી 10 વર્ષમાં ભારતના સંભવિત વિકાસ દરમાં ઘટાડો થયો છે.

ભારત પર વધી રહેલા દેવા અંગે ચિંતા
મૂડીઝે પણ ભારત પર વધી રહેલા દેવા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે, તેનાથી દેશની અર્થવ્યવસ્થા પર અસર પડી રહી છે. પરંતુ તે જ સમયે મૂડીઝે કહ્યું છે કે ઉચ્ચ જીડીપી વૃદ્ધિને કારણે આવકનું સ્તર વધી રહ્યું છે અને આર્થિક સ્થિરતા જોવા મળી રહી છે. નાણાકીય ક્ષેત્ર વૃદ્ધિ સાથે મજબૂત થઈ રહ્યું છે, જેના કારણે નાણાકીય જોખમ અને ઈમરજન્સી લોન પેમેન્ટનો બોજ નીચે આવ્યો છે.

વૃદ્ધિ દર 6-6.5% રહી શકે છે
મૂડીઝ રિપોર્ટ જણાવે છે કે, BAA3 રેટિંગ અને સ્થિર આઉટલૂકમાં નાગરિક સમાજ અને રાજકીય અસંમતિમાં ઘટાડો પણ સામેલ છે, જે સ્થાનિક રાજકીય જોખમોને કારણે વધુ વધી રહ્યા છે. એજન્સીએ આશા વ્યક્ત કરી છે કે, ઓછામાં ઓછા 2 વર્ષ સુધી ભારત તમામ G-20 દેશો કરતાં વધુ વૃદ્ધિ દર હાંસલ કરશે. તેનું કારણ સ્થાનિક માંગમાં વધારો છે. આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર આ ઝડપી વૃદ્ધિ દરને કારણે ઓછી આવકમાં વધારો થશે જે આર્થિક મજબૂતી તરફ દોરી જશે. મૂડીઝ અનુસાર હવે ભારતનો વિકાસ દર 6 ટકાથી 6.5 ટકા રહી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ