બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Good news for government employees in Gujarat
Last Updated: 04:23 PM, 22 July 2021
ADVERTISEMENT
રાજ્યના કર્મચારીઓના DA બાબતે નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે કે, જેમાં કેન્દ્રની જેમ જ ગુજરાત સરકાર DA આપતી હોય છે. ગુજરાત સરકાર પણ DA વધારવાની વિચારણા કરી રહી છે. રાજ્યનું નાણા વિભાગ આગામી દિવસોમાં આ અંગે મહત્વનો નિર્ણય કરી શકે તેવું ગુજરાતના નાણા પ્રધાન અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે.
ADVERTISEMENT
ગુજરાતના 2-3 જિલ્લામાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા થઈ ચૂક્યા છે તો ડીઝલના ભાવ પણ 100 રૂપિયાની નજીક છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદને સંબોધન કરતા મહત્વનું નિવેદન આપ્યું હતું.
ક્યારે ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ?
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલના ભાવમાં થયેલા વધારાને દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ સાથે જ એવું પણ કહ્યું કે, ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલ પર અન્ય રાજ્યો કરતા વેટ ઓછો છે અને જ્યારે અન્ય રાજ્યો વેટ પર વિચારશે ત્યારે ગુજરાત વેટ મુદ્દે વિચારણા કરશે. સાથે જ બીજા રાજ્ય વેટ ઘટાડશે તો ગુજરાત પણ વેટ ઘટાડશે તેવી વાત પણ કહી હતી. આમ નાયબ મુખ્યમંત્રીએ દોષનો ટોપલો અન્ય રાજ્યો પર ઢોળ્યો હતો.
પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ
રાજ્યમાં ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવ 27-27 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારો કરાતા પેટ્રોલમાં 94.47 ડીઝલ અને ડીઝલના ભાવમાં 95.08 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ અમદાવાદમાં પેટ્રોલના ભાવ 38 પૈસાનો જ્યારે ડીઝલના ભાવમાં 39 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો જેથી પેટ્રોલનો ભાવ 94.26 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 94.26 રૂપિય પ્રતિ લિટર થયો હતો.
આટલા રૂપિયા મોંઘુ મળશે પેટ્રોલ ડીઝલ
સુરતમાં પણ આ ભાવ વધારો લાગૂ થતા પેટ્રોલ ડીઝલ મોંઘુ બન્યું છે. સુરતમાં પેટ્રોલ 94.26 મોંઘુ બન્યું છે જ્યારે ડીઝલ 95.10 મોંઘુ બન્યું છે. અગાઉ સુરતમાં પેટ્રોલ 94.19 રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યું હતું જ્યારે ડીઝલ 94.28 રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યું હતું અગાઉ સુરતમાં પેટ્રોલના ભાવમાં 94 પૈસાનો અને ડીઝલના ભાવમાં 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. પરતું હવે બંનેમાં 27 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
શહેરોમાં કેટલા રૂપિયા મોંઘુ થયું ઈંધણ
રાજકોટમાં અગાઉ પેટ્રોલ 28 પૈસા અને ડીઝલમાં 30 પૈસાનો વધારો કરવામાં આવતા આવ્યો હતો જેથી પેટ્રોલની કિંમત 93.62 રૂપિયા પ્રતિ લિટરથી વધીને રૂ. 93.90 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે જ્યારે અને ડીઝલ 93.90 વધીને 94.52 રૂપિયા મોંઘુ થયું છે. હવે ફરીથી પેટ્રોલ અને ડીઝલમાં 27-27 પૈસાનો વધારો કરાતા પેટ્રોલ હવે 94.17 રૂપિયા પતિ લિટર જ્યારે ડીઝલ 94.80 રૂપિયા પ્રતિ લિટર થયું છે. આ ભાવ વધારો અન્ય શહેરોને પણ લાગુ પડતા અન્ય શહેરોમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
આજે દેશમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો
સમગ્ર દેશમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જોવા મળી રહ્યો છે દેશમાં આજે પેટ્રોલના ભાવમાં 28 પૈસા પ્રતિ લિટર અને ડીઝલમાં 26 પૈસા પ્રતિ લિટરનો વધારો કરાયો છે. સોમવારે ભાવમાં કોઈ વધારો કરાયો ન હતો. ગયા મહિને કાચા તાલના ભાવ 12 ટકા વધીને રેકોર્ડ 74 ડોલર પ્રતિ બેરલ થયા હતા. છેલ્લા 49 દિવસોમં કિંમતોમાં 28મી વખત વધારો થયો છે. 4મેના બાદ અત્યાર સુધી પેટ્રોલના ભાવમાં 7.1 રૂપિયા પ્રતિ લિટરે વધારો થયો છે અને સાથે ડીઝલના ભાવમાં પણ 7.5 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આજે રાજધાનીમાં પેટ્રોલનો ભાવ 97.50 રૂપિયા અને ડીઝલનો ભાવ 88.23 રૂપિયા રહેશે.
રોજ સવારે 6 વાગે બદલાય છે કિંમતો
ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે. સવારે 6 વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ શુ છે. આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. આ માપદંડોના આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે. તે પોતાને રિટેલ કિંમતો પર ઉપભોક્તાઓને અંતમાં ટેક્સ અને પોતાના માર્જિનને જોડ્યા બાદ પેટ્રોલ વેચે છે. પેટ્રોલ - ડીઝલમાં આ કોસ્ટ પણ જોડાઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.