બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / good news for arvind kejriwal aap party after exit polls 2022
ADVERTISEMENT
ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભાની બે તબક્કાનું મતદાન યોજાયું છે. જેનું 8 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે. ત્યારે આ વખતે Exit Pollમાં ફરીવાર ગુજરાતમાં મોદી લહેર ચાલશે તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. ગુજરાતમાં સતત સાતમી વાર મોદી મેજિકનો કમાલ થશે તેવું એક્ઝિટ પોલના આંકડા મારફતે જાણવા મળે છે. પરંતુ બીજી બાજુ જો ગુજરાતમાં AAPને જીત નહીં મળે છતાંય AAPને ગુજરાતમાં વિશેષ ફાયદો થશે તેવું લાગી રહ્યું છે.
.jpg)
ADVERTISEMENT
.....તો આવી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી માનવામાં આવે છે
ગુજરાતમાં ભલે આમ આદમી પાર્ટી કદાચ પ્રચંડ જીત ના મેળવી શકે પરંતુ એટલું તો ચોક્કસથી કહી શકાય કે હવે અરવિંદ કેજરીવાલની AAP પાર્ટી ધીરે-ધીરે રાષ્ટ્રીય પાર્ટી બની રહી છે. કારણ કે ચૂંટણી પંચના અનુસાર, જે પાર્ટીને ઓછામાં ઓછાં ચાર રાજ્યોની વિધાનસભા કે લોકસભા ચૂંટણીમાં 6% કરતા જો વધારે વોટ મળે છે અને આ રાજ્યોમાં જો તે પાર્ટી ચાર લોકસભા સીટ જીતવામાં સફળ રહે છે તો આવી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી માનવામાં આવે છે.
........તો કેજરીવાલની પાર્ટી એક મોટી રાષ્ટ્રીય પાર્ટી બની જશે
તમને જણાવી દઇએ કે, હાલમાં દેશમાં માત્ર 2 રાજ્યો એવાં છે કે, જ્યાં આમ આદમી પાર્ટી પાસે 6% કરતા વધારે વોટ છે. દિલ્હીમાં તેઓની પાસે વોટની ટકાવારી છે 53% અને પંજાબમાં તેઓની પાસે છે 42% અને જો ગુજરાતમાં જો AAPને 20 % વોટ મળી જશે તો ત્રણ રાજ્યો એવાં હશે કે જેમાં તેમની પાસે 6% કરતા જો વધારે વોટ હશે. આ સાથે ઉત્તરાખંડમાં AAP પાસે 3.5% વોટ છે. જો આગામી ચૂંટણીમાં આ ટકાવારી વધીને 6.5% થઇ જશે તો અરવિંદ કેજરીવાલની પાર્ટી ક્ષેત્રીય પાર્ટીથી પણ આગળ એક મોટી રાષ્ટ્રીય પાર્ટી બની જશે. આથી આગામી પાંચ વર્ષમાં સમગ્ર દેશની રાજનીતિ પણ બદલાઇ જશે. આથી એમ કહી શકાય કે હાલમાં દરેક પાર્ટી માટે ખુશ થવાના અન્ય કેટલાંક કારણ પણ જવાબદાર છે અને નિરાશ થવા માટે પણ દરેક રાજકીય પક્ષો પાસે કેટલાંક ચોક્કસ કારણ જવાબદાર છે. Exit Pollના આંકડા અનુસાર ગુજરાતમાં AAP થોડીક સીટો જીતી જાય તો નવાઇ નહીં અને બીજી બાજુ MCD ચૂંટણી પણ AAP સરળતાથી જીતી થશે તેવું સર્વેમાં દેખાઇ રહ્યું છે.
ADVERTISEMENT
પોલ ઓફ પોલ્સ
ADVERTISEMENT
| BJP | CONG | AAP | OTH | |
| INDIA TODAY -AXIS MY INDIA | 129-151 | 16-30 | 9-21 | 2-6 |
| TV9 - on the spot | 128 | 45 | 4 | 5 |
| Republic- PMARQ | 128-148 | 30-42 | 2-10 | 0-3 |
| Jan ki baat | 117-140 | 34-51 | 6-13 | 1-2 |
| TIMES NOW - ETG | 139 | 30 | 11 | 2 |
| ABP-CVOTER | 128-140 | 31-43 | 3-11 | 2-6 |
| TODAYS CHANAKYA | 150 | 19 | 11 | 2 |
| ZEE NEWS - BARC | 110-125 | 45-60 | 1-5 | |
| INDIA TV | 112-121 | 51-61 | 4-7 | 1-3 |
ADVERTISEMENT
India Today - Axis My India ના EXIT POLLમાં કઈ પાર્ટીને કેટલી બેઠકનું અનુમાન
ADVERTISEMENT

Republicના EXIT POLLમાં કઈ પાર્ટીને કેટલી બેઠકનું અનુમાન (7:04 PM)

ન્યૂઝXનો EXIT POLL (6:55 PM)
| પક્ષ | બેઠક |
| ભાજપ | 117-140 |
| કોંગ્રેસ | 34-51 |
| આપ | 6-13 |
| અન્ય | 0 |
Jan Ki Baat ના EXIT POLLમાં કઈ પાર્ટીને કેટલી બેઠકનું અનુમાન (6:45 PM)

TV9ના EXIT POLLમાં કઈ પાર્ટીને કેટલી બેઠકોનું અનુમાન (6:40 PM)



.jpg)
બીજા તબક્કામાં અંદાજે 62 ટકા જેટલું મતદાન થયું છે
ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન મોટા ભાગે પૂર્ણ થઈ ગયું છે. પાપ્ત માહિતી અનુસાર બીજા તબક્કામાં અંદાજે 62 ટકા જેટલું મતદાન થયું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તમામ મતદાન બૂથ પર શાંતિપૂર્વક રીતે મતદાન થયું છે. 93 બેઠક પર 833 ઉમેદવારનું ભાવિ ઇવીએમમાં કેદ થઈ ગયું છે. આ તબક્કાના મતદાન દરમિયાન મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, સૌથી વધારે અંદાજે 68 ટકા મતદાન સાબરકાંઠા નોંધાયો છે તેમજ સૌથી ઓછું અંદાજે 57 ટકા મતદાન દાહોદમાં નોંધાયું છે. વિગતે જણાવીએ તો, બનાસકાંઠામાં અંદાજે 66 ટકા, પાટણમાં અંદાજે 61 ટકા અને મહેસાણામાં અંદાજે 62 ટકા તો અરવલ્લીની વાત કરીએ તો ત્યાં અંદાજે 65 ટકા મતદાન નોંધાયું છે. ગાંધીનગરમાં અંદાજે 63 ટકા જ્યારે અમદાવાદમાં અંદાજે 55 ટકા અને આણંદમાં 64 ટકા, ખેડામાં 64 ટકા અને મહિસાગરમાં અંદાજે 59 ટકા જ્યારે પંચમહાલમાં 64 ટકા તેમજ વડોદરામાં અંદાજે 60 ટકા, છોટા ઉદેપુરમાં અંદાજે 65 ટકા મતદાન નોંધાયું છે. તમને જણાવી દઈએ કે આ તમામ આંકડામાં હજુ ફેરફાર થઈ શકે છે અને પહેલા તબક્કામાં 63.71 ટકા મતદાન થયું હતું.
પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન થયું
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિધાનસભાની 182 પૈકી 89 બેઠકો પર સાંજના પાંચ વાગ્યા સુધીમાં પૂર્ણ થઇ જતા 788 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થયું હતું. પ્રથમ તબક્કાની આ ચૂંટણીમાં તમામ 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન થયું હતું. દક્ષિણ ગુજરાતની સરખામણીમાં સૌરાષ્ટ્રમાં ઓછું મતદાન થયું હતું. સૌથી વધુ 78.24 ટકા મતદાન નર્મદા જિલ્લામાં નોંધાયું હતું. બીજા નંબરે તાપી જિલ્લામાં 76.91 ટકા મતદાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં મોરબીમાં સૌથી વધુ 69.65 ટકા મતદાન નોંધાયું જ્યારે સૌથી ઓછું મતદાન બોટાદમાં 57.58 ટકા મતદાન નોંધાયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.