બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અમિત ખૂંટ આપઘાત કેસ: કોર્ટે રાજદીપસિંહ જાડેજાના શરતી જામીન મંજૂર કર્યા

રાજકોટ / અમિત ખૂંટ આપઘાત કેસ: કોર્ટે રાજદીપસિંહ જાડેજાના શરતી જામીન મંજૂર કર્યા

Vishal Khamar

Last Updated: 08:04 PM, 23 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોંડલ તાલુકાના અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂદ્ધસિંહના પુત્ર રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર થયા છે.

ગોંડલ તાલુકાના રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂદ્ધસિંહના પુત્ર રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર થયા છે. ગોંડલ કોર્ટે અમિત ખૂંટ આપઘાત કેસમાં જામીન મંજૂર કર્યા છે. કોર્ટે રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. રાજદીપસિંહ જાડેજાને જામીન મળતા ટૂંક સમયમાં જેલ મુક્તિ થશે.

84 દિવસના જેલવાસ બાદ રાજદીપસિંહ જેલમાંથી બહાર આવશે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જામીન રદ્દ થયા બાદ ગોંડલ કોર્ટે જામીન આપ્યા છે. જજ એચ.એ. ત્રિવેદીની કોર્ટે બચાવ પક્ષની દલીલોલને આધારે ચુકાદો સંભળાવ્યો હતો. 10 નવેમ્બરે 2025 ના રોજ આત્મસમર્પણ કર્યું હતું.

ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં રાજદીપસિંહ જાડેજાએ આત્મસમર્પણ કર્યું છે. અમિત ખુંટ આત્મહત્યા કેસમાં મુખ્ય આરોપી તરીકે ઓળખાતા રાજદીપસિંહ ગયા છ મહિના દરમિયાન ફરાર હતા. પોલીસે તેમની વિધિવત ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં અમિત ખુંટ પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ છે. આ સુસાઇડ નોટના આધારે પોલીસએ બંને પર આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.

રાજદીપસિંહ જાડેજા ફરાર થતાં પહેલા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ બંને અરજી ફગાવી દેવામાં આવી હતી. કેસમાં મુખ્ય આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાએ પણ અગાઉ આત્મસમર્પણ કર્યું હતું અને પોલીસ ધરપકડ કરી ચૂકી છે.

અગાઉ પોલીસ તપાસમાં આ કેસ હનીટ્રેપની કથાના પણ બનેલા હોવાનું ખુલ્યું છે. આ કાવતરામાં એક યુવતી અને એક સગીરની ધરપકડ થઈ હતી. કાયદાકીય મદદ આપવા બદલ બે વકીલો, સંજય પંડિત અને દિનેશ પાતર પણ અટકાયત કરવામાં આવ્યા હતા. અતાઉલ્લાહ ખાન નામના અન્ય એક શખ્સની ધરપકડ પણ થઈ ચુકી છે, જ્યારે રહીમ મકરાણી હજુ પણ ફરાર છે.

અમિત ખુંટની સુસાઇડ નોટ

અમિત ખુંટે પોતાની સામે દુષ્કર્મનો કેસ નોંધાયાના બે દિવસમાં આત્મહત્યા કરી હતી. તેમને લખેલી ચાર પાનાની સુસાઇડ નોટમાં પહેલા બે પાના પર અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્રીજા પાનામાં પોતાના પરિવારજનોના કોન્ટેક્ટ નંબર અને અન્ય પાનામાં મોટા અક્ષરે અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને સગીરાના નામનો ઉલ્લેખ કરીને લખ્યું હતું કે, “હું આ લોકોના ત્રાસથી મરું છું.”

આ પણ વાંચોઃ મતદાર યાદી સુધારણામાં લાખો ફોર્મ ભરાયા, 30 જાન્યુઆરી સુધી ભરી શકાશે ફોર્મ

શું કહ્યું પોલીસે ?

ગોંડલ ડીવાયએસપી કે.જી. ઝાલાના નિવેદન અનુસાર પોલીસ હવે તપાસમાં આ બાબતોનું વિગતવાર પુછપરછ કરશે કે, કોણે કોણે રાજદીપસિંહને આશરો આપ્યો અને કઈ કઈ જગ્યાઓ પર તેમણે ફરાર કર્યા. રાજદીપસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરાઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amit Khunt case Gondal Rajkot news
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ