ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / gold silver rates have been increased today

તમારા કામનું / ખુશખબર! દિવાળી પહેલા સોના-ચાંદીના ભાવમાં થઈ શકે છે મોટો ઘટાડો, ફટાફટ જાણી લો લેટેસ્ટ રેટ

Published By: Jaydeep Shah

Last Updated: 02:21 PM, 4 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોના - ચાંદીના ભાવમાં આજે વધારો જોવા મળ્યો છે, જ્યારે દિવાળી સમયે કિંમતોમાં ઘટાડાનું અનુમાન છે. જાણો લેટેસ્ટ રેટ.

ADVERTISEMENT

  • સોના - ચાંદીના ભાવમાં આજે વધારો 
  • દિવાળી સમયે ભાવ ઘટવાની અટકળો 
  • હોલમાર્ક ચેક કર્યા વગર ન કરશો સોનાની ખરીદી 

ફેસ્ટીવ સિઝનમાં સોના અને ચાંદીની ખરીદી ખૂબ જ વધી જાય છે. એક્સપર્ટ્સનું માનવું છે કે આ વર્ષે દિવાળી પર સોનું સસ્તું થઇ શકે છે. જ્યારે, આજે MCX પર ગોલ્ડની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ચાંદીની કિંમતોમાં પણ વધારો કાયમ છે. 

MCX પર સોના - ચાંદીની કિંમતોમાં વધારો 
MCXની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર, 4 ઓક્ટોબર 2022નાં રોજ સોનાના ભાવમાં 0.50 ટકા વધારો આવ્યો છે અને આ સાથે ભાવ 51416 રૂપિયા પ્રતિ 10 ગ્રામનાં લેવલ પર છે. આ ઉપરાંત ચાંદીની કિંમત આજે 1.24 ટકાનાં વધારા સાથે 61,665નાં લેવલ પર છે. 

ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ વધારો 
આ ઉપરાંત જો ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો આજે અહીં પણ સોનાના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. અહીં સોનાના ભાવમાં 1.90 ટકાનો વધારો આવ્યો છે, જ્યાર બાદ ગોલ્ડનો હાજર ભાવ 1,695.92 ડોલર પ્રતિ ઓંસ થઇ ગયો છે. આ ઉપરાંત ચાંદીનાં ભાવમાં 8.46 ટકાનો વધારો આવ્યો છે. આ વધારા સાથે ચાંદીનો ભાવ 20.૭૨ ડોલર પ્રતિ ઓંસ થઇ ગયો છે. 

46,000 થઇ શકે ગોલ્ડનો ભાવ 
એક્સપર્ટ્સ અનુસાર, સોનાનો ભાવ 46600 રૂપિયા સુધી આવી શકે છે. જો સોનામાં ઘટાડો આવે છે, તો દિવાળી સમયે ખરીદવાનો સુવર્ણ અવસર મળશે. જણાવી દઈએ કે લાંબા સમયે ગોલ્ડના અભાવમાં વધારો જોવા મળશે. 

સોનું ખરીદતા પહેલા ધ્યાન રાખો 
જો તમે પણ માર્કેટમાં સોનાની ખરીદી કરવા જઈ રહ્યા છો, તો હોલમાર્ક જોઇને જ ખરીદી કરો. સોનાની શુદ્ધતાને ચેક કરવા માટે તમે સરકારી એપનો પણ ઉપયોગ કરી શકો છો.  ‘BIS Care app’ નાં માધ્યમથી તમે ગોલ્ડની પ્યોરીટી ચેક કરી શકો છો. આ ઉપરાંત તમે આ એપનાં માધ્યમથી ફરિયાદ પણ કરી શકશો. 

સંકળાયેલા મુદ્દાઓ

Gold Price Gujarati News business સોનાનો ભાવ Gold Price

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ