બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Gold silver prices fall Prices fall after stormy boom

તક / તહેવારો પહેલા ગોલ્ડન મોકો: આટલું નીચું આવ્યું સોનું, 2 મહિના ભાવ ન વધવાના સંકેત, જાણો લેટેસ્ટ રેટ

Kishor

Last Updated: 04:41 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તહેવારો ટાણે'જ સોનાની માંગમાં ઘટાડો નોંધાતા ભાવ ઘટી રહ્યા છે. પરિણામે તહેવારોમાં પણ સોના - ચાંદીના ભાવ ન વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

  • સોનાચાંદીના ભાવમાં ઘટાડો યથાવત 
  • સોનાના ભાવમાં તોફાની તેજી બાદ ભાવમાં ઘટાડો 
  • છેલ્લા 3 મહિનામાં સોનાના ભાવમાં 3 હજાર રૂપિયાનો ઘટાડો 

હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર ગણાતા શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે અને હવે જન્માષ્ટમી ઉપરાંત આગામી સમયમાં દિવાળી સહિતના તહેવારો આંગણે ટકોરો મારશે. ત્યારે મોટાભાગે તહેવારોના સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની માંગમાં વધારો થતા સોના ચાંદીના ભાવ પણ વધતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે અને હાલની સ્થિતિએ સોના-ચાંદીના ભાવમાં તોફાની તેજી બાદ ઘટાડો નોંધાયો છે.
સોના- ચાંદીના વાયદાના ભાવમાં ભારે ઘટાડો, જાણો કેટલા થયા ભાવ | gold silver  price today 14 january gold mcx prices today fall sharply silver rates  slump 900 rupees

છેલ્લા 3 મહિનામાં ચાંદીના ભાવમાં પણ 3 હજાર રૂપિયાનો ઘટાડો 

સોના, ચાંદીના ભાવની હાલની સ્થિતિ વર્ણવતા વેપારી નિશાંત ઝવેરીએ VTV ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હાલ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 3 મહિના સમયગાળા દરમિયાન સોનાના તોલા દીઠ ભાવમાં 3 હજાર રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ ચાંદી પણ 3 હજાર રૂપિયા સુધી સસ્તું થયું છે. વેપારીના જણાવાયા અનુસાર હાલ સોનાનો તોલા દીઠ ભાવ હાલ 60,200 રૂપિયા જોવા મળી રહ્યો છે. બીજી તરફ જન્માષ્ટમી અને દિવાળી સહિતના તહેવારોમાં પણ સોના-ચાંદીના ભાવ ન વધવાના સંકેત જોવા મળી રહ્યા છે અને સોનાના ભાવ 58 હજાર અને ચાંદીના ભાવ 68 હજાર બોલાવાની પ્રબળ શકતાઓ સેવાઇ રહી છે.

સોનાના ભાવ 58 હજાર તથા ચાંદીના ભાવ 68 હજાર બોલાવાની શક્યતા

વેપારી નિશાંત ઝવેરીએ વધુમાં કહ્યું કે સોનાની માંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ મોટો ઘટાડો નોંધાયો છે. પરંતુ ભારતીય બજારમાં થોડી ઘણી ઘરાકી દેખાઈ રહી છે. એક સમયે સોનાં જે ભાવ 1980 ડોલર થતા હતા. તે આજે 100 ડોલર ઘટીને 1890 થી 1895 ડોલર થઈ ગયા છે. બીજી બાજુ ચાંદી પણ એક સમયે સ્થાનિક બજારમાં 80 હજાર સુધી પહોંચી હતી. જે હવે 72 હજારના ભાવમાં વેંચાઈ રહી છે. વર્લ્ડની સેન્ટ્રલ બેંકો હાલની સ્થિતિએ સોનાનું રિઝર્વ ઘટાડી રહી છે. જે પણ માંગ ઘટવા પાછળનું કારણ છે.તેવું વેપારીએ જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ