બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / gold silver price today june 11 2021 gold mcx prices increased

બજાર / મોંઘો થયો સોનાનો વાયદો, ચાંદી 72 હજારને પાર, જાણો કેટલી થઈ કિંમત

Last Updated: 01:16 PM, 11 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ઘરેલુ બજારમાં સોના અને ચાંદીના વાયદા કિંમતમાં તેજી આવી છે. જાણો કેટલા થયા ભાવ.

  • સોના વાયદો 0.15 ટકા વધીને 49,275 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયુ
  • ચાંદી વાયદો 0.5 ટકા વધીને 72, 357 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો
  • પ્લેટિનિયમ 1,151.47 ડોલર પર રહ્યુ

સોના વાયદો 0.15 ટકા વધીને 49,275 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયુ

એમસીએક્સ પર સોના વાયદો 0.15 ટકા વધીને 49,275 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયુ છે. જ્યારે ચાંદી વાયદો 0.5 ટકા વધીને 72, 357 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. ગત અઠવાડિયાના 5 મહિનાના ઉચ્ચ સ્તર 49, 750 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા બાદ સોનામાં ઘટાડો આવ્યો છે.  પીળી ધાતુઓ ગત વર્ષના ઉચ્ચત્તમ સ્તર (56200 રુપિયા પ્રતિ 10 ગ્રામ) થી લગભગ 7 હજાર રુપિયા નીચે છે.

વૈશ્વિક બજારમાં આની કિંમત

નબળા અમેરિકન ડોલરના આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોના 1900 ડોલર પ્રતિ ઓંસની નજીક સપાટ રહ્યો. અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી 0.5 ટકા વધીને 28.10 ડોલર પ્રતિ ઓંસ પર હતો. અને પ્લેટિનિયમ 1,151.47 ડોલર પર રહ્યુ.  સ્વર્ણ ઈટીએફ સોનાની કિંમત પર આધારિત હોય છે અને તેના ભાવ આવનારા વધ ઘટ પર જ આનો ભાવ વધઘટ થાય છે . ધ્યાનમાં રહે કે ઈટીએફનો પ્રવાહ સોનામાં નબળા રોકાણને દર્શાવે છે. એક મજબુત ડોલર અન્ય મુદ્રાઓના ધારકો માટે સોનાને વધારે મોંઘું બનાવે છે.  ભારતમાં ગોલ્ડ ઈટીએફમાં ગત મહિને 288 કરોડ રુપિયાનો શુદ્ધ પ્રવાહ રહ્યો જ્યારે એપ્રિલમાં આ 680 કરોડ રુપિયા હતો.

 


સરકારે 15 જૂન સુધી ગોલ્ડ જ્વેલરીની હોલમાર્કિંગમાં આપી છુટ

દેશમાં હોલમાર્કિંગ લાગૂ કરવાની તારીખને વધારી દેવામાં આવી છે. પહેલા આ નિયમ જાન્યુઆરી 2021માં લાગૂ થવાનો હતો. આ પછી કોરોનાના કારણે તેને 1 જૂન સુધી વધારાયો અને હવે તેને 15 જૂન સુધી વધારી દેવાયો છે. આ માટે થયેલી બેઠકમાં  મહત્વનો નિર્ણય લેવાયો જેમાં રેલ અને વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે દેશમાં ગ્રાહકોને કોઈ રાહ જોયા વિના હોલમાર્ક પ્રમાણિત જ્વેલરીનું વેચાણ થવું જોઈએ.  હોલમાર્કિંગનો નિયમ લાગૂ થયા બાદ ફક્ત 22 કરેટ, 18 કેરેટ, 14 કેરેટની જ્વેલરી વેચાશે. હોલમાર્કિંગ કિંમતી ધાતુની શુદ્ધતાને પ્રમાણિત કરે છે અને વર્તમાનમાં આ સ્વેચ્છિક છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Gold mcx prices silver ચાંદી ભાવ સોનું Gold
Dharmishtha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ