બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:59 AM, 9 January 2025
આજે સોનું ખરીદવા માટે, ખિસ્સા થોડા વધુ ઢીલા કરવા પડશે કારણ કે સોનાના ભાવ વધી ગયા છે. ગુરુવારે શરૂઆતના કારોબારમાં સોનામાં થોડી મજબૂતી જોવા મળી છે. આજે, ગુરુવાર, 9 જાન્યુઆરી, 2025 ના રોજ, સોનાના ભાવમાં 100 રૂપિયાની તેજી જોવા મળી. 24 કેરેટ સોનાના ભાવમાં 120 રૂપિયા અને 22 કેરેટ સોનાના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે. દેશના મોટાભાગના શહેરોમાં, 24 કેરેટ સોનાનો ભાવ 78,900 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. 22 કેરેટ સોનાનો ભાવ 72,400 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. 9 જાન્યુઆરી 2025 ના રોજ મોંઘી ચાંદી થઈ ગઈ છે. દેશમાં એક કિલો ચાંદીનો ભાવ 92,500 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
દેશના વિવિધ શહેરોમાં સોનાના ભાવની વાત કરીએ તો, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 78,980 રૂપિયા છે. મુંબઈમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 78,830 રૂપિયા પર પહોંચી ગયો છે. તે લખનૌમાં 78,980 રૂપિયા, બેંગલુરુમાં 78,830 રૂપિયા, ચેન્નઈમાં 78,830 રૂપિયા, કોલકાતામાં 78,830 રૂપિયા, હૈદરાબાદમાં રૂ. 78,830 અને અમદાવાદમાં 78,880 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે.
ADVERTISEMENT
વિવિધ શહેરમાં સોનાનો ભાવ
સોનાના ભાવ અલગ-અલગ કેમ?
દરેક શહેરમાં સોનાના ભાવ અલગ અલગ કેમ હોય છે? બધા શહેરોમાં ભાવ સરખા કેમ નથી હોતા? સોનાની કિંમત ઘણી બાબતો પર આધાર રાખે છે અને તેમાં ટેક્સ સૌથી મહત્ત્વપૂર્ણ છે. રાજ્ય સરકારો દ્વારા સોના પર સ્થાનિક કર લાદવામાં આવે છે, જે દરેક રાજ્ય અને શહેરમાં અલગ અલગ હોય છે, જેના કારણે સોનાના ભાવ અલગ અલગ હોય છે.
સોનાના ભાવ કેમ બદલાય છે?
દેશમાં સોનાના ભાવ માત્ર માંગ અને પુરવઠાથી પ્રભાવિત નથી થતા, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે થતી પ્રવૃત્તિઓની પણ સોનાના ભાવ પર અસર થાય છે. લંડન ઓટીસી સ્પોટ માર્કેટ અને કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સ માર્કેટ સહિત મુખ્ય વૈશ્વિક બજારોમાં ટ્રેડિંગ પ્રવૃત્તિથી પણ સોનાના ભાવ ઘણા અંશે પ્રભાવિત થાય છે.
આ પણ વાંચો: શેર બજાર 217 અંકના ઘટાડા સાથે ખૂલ્યું, આ શેરો ટોપ ગેનર અને લૂઝર
કોણ નક્કી કરે છે સોનાના ભાવ?
વિશ્વભરમાં લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (LBMA) દ્વારા સોનાના ભાવ નક્કી કરવામાં આવે છે. તે સોનાના ભાવ યુએસ ડોલરમાં પ્રકાશિત કરે છે, જે બેંકરો અને બુલિયન વેપારીઓ માટે વૈશ્વિક બેન્ચમાર્ક તરીકે કામ કરે છે. આપણા દેશમાં, ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં આયાત ડ્યુટી અને અન્ય કર ઉમેરે છે અને રિટેલર્સને કયા દરે સોનું આપવામાં આવશે તે નક્કી કરે છે.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT