બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / રાહત! સતત ચોથા દિવસે સોનાના ભાવમાં આવ્યો ઘટાડો, જાણો અમદાવાદ સહિતના શહેરોના ભાવ

કારોબાર / રાહત! સતત ચોથા દિવસે સોનાના ભાવમાં આવ્યો ઘટાડો, જાણો અમદાવાદ સહિતના શહેરોના ભાવ

Published By: Hiralal Parmar

Last Updated: 08:43 AM, 6 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સતત ચોથા દિવસે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. 6 નવેમ્બરના દિવસે સમગ્ર દેશવ્યાપી ધોરણે સોનું-ચાંદી સસ્તું થયું હતું.

જે લોકો સોનાના ભાવ ઘટાડાની રાહ જોઈ રહ્યાં છે તેમને માટે સારા સમાચાર છે. ગુરુવાર 6 નવેમ્બરના દિવસે સોનાના ભાવમાં 100થી વધુ રુપિયાનો ઘટાડો આવ્યો છે. 6 નવેમ્બરની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 121620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. 22 કેરેટનું સોનું પણ સસ્તું થઈ ગયું છે. ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે.

અમદાવાદમાં કેટલો ભાવ

6 નવેમ્બરમાં અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,21,520 રહ્યો હતો તો 22 કેરેટનો ભાવ ₹1,11,390 રપિયા રહ્યો હતો. ચાંદી પણ સસ્તી થઈ હતી.

1 લાખની અંદર આવી જશે ભાવ

માર્કેટ નિષ્ણાંતો એવું જણાવી રહ્યાં છે કે સોનું આગામી સમયમાં 1 લાખની અંદર આવી જશે. જોકે 1 લાખથી નીચે જવાની કોઈ શક્યતા નથી.

બુધવારે કેટલો હતો ભાવ

બુધવારે 24 કેરેટ સોનાનો ભાવ 1,21,480 રહ્યો હતો. 22 કેરેટ સોનાનો ભાવ 1,11,350 તે જ સમયે, 18 કેરેટ સોનાનો ભાવ 730 રૂપિયાના ઘટાડા સાથે 91,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.

વધુ વાંચો : VIDEO : રાહુલ ગાંધીએ વોટ ચોરીમાં જે બ્રાઝિલની મોડલનું નામ લીધું તેનો જવાબ આવ્યો, હેરાનીભર્યું બોલી ગઈ

સોનાની શુદ્ધતા કેવી રીતે ચકાસવી

હોલમાર્ક તપાસો: 22 કેરેટ અથવા 916 સોનામાં "916" ચિહ્ન હોવું જોઈએ.

BIS ચિહ્ન તપાસો: જો સોના પર ત્રિકોણ સાથે "BIS" લખેલું હોય, તો તે પ્રમાણિત સોનું છે.

એસિડ ટેસ્ટ : આ ટેસ્ટ નિષ્ણાતની દેખરેખ હેઠળ નાઈટ્રિક એસિડથી કરી શકાય છે.

રંગ પરીક્ષણ : સાચું સોનું હંમેશા પીળું અને ચમકતું હોય છે; તે ક્યારેય ઝાંખું કે ઘાટું થતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gold price gold price today

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ