બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Gold prices settled at an all time high of 62750 amid a stormy rally today

એક્સપર્ટ ઓપિનિયન / બાપ રે.! સોનાના ભાવમાં તોફાની તેજી, અમદાવાદમાં 62, 750 રૂપિયે 10 ગ્રામ, ગોલ્ડનો ભાવ હજુ વધી આટલો થવાની શક્યતા

Kishor

Last Updated: 04:44 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સોનાના ભાવમાં તોફાની તેજી વચ્ચે ભાવ ઓલ ટાઈમ હાઈ  62, 750 પર સ્થિર થયો હતો. જેને લઈને સોનુ સામાન્ય માણસ માટે હવે સપના સમાન બની રહે તેવો ઘાટ સર્જાયો છે

  • સોનાના ભાવમાં તોફાની તેજી
  • સોનાનો ભાવ ઓલટાઈમ હાઈ
  • સોનાનો ભાવ રૂ.62 હજાર 750ને પાર

છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. તેવામાં સોનાના ભાવે આજે તમામ હદ વટાવી દીધી છે. પરિણામે આજે સોનાના ભાવમાં તોફાની તેજી વચ્ચે ભાવ ઓલ ટાઈમ હાઈ  62, 750 પર સ્થિર થયો હતો. જેને લઈને સોનુ સામાન્ય માણસ માટે હવે સપના સમાન બની રહે તેવો ઘાટ સર્જાયો છે. સોનાનો આ ભાવ અત્યાર સુધીનો સોનાનો સૌથી ઊંચો ભાવ ગણવામાં આવી રહ્યો છે. બીજી બાજુ ચાંદીના ભાવ 73 હજારની આસપાસ જોવા મળી રહ્યા છે.

સોનાના ભાવે રેકોર્ડ તોડ્યો, એક સપ્તાહમાં જ 5 હજાર વધી ગયા, જાણો લેટેસ્ટ રેટ  | Gold price breaks record, rises 5 thousand in a week


અત્યાર સુધીનો સોનાનો સૌથી ઉંચો ભાવ નોધાયો

એટલું જ નહીં વિશ્વબજારનો માહોલ જોતાં આગામી સમયમાં પણ સોનાના ભાવ હજુ વધારો યથાવાત રહે તેવું જાણવા મળી રહ્યું છે. દિવાળી સુધીમાં સોનાના ભાવ રૂ.70 હજાર થાય તેવુ નિષ્ણાંતો માની રહ્યા છે. જ્યારે ચાંદીનો  ભાવ રૂ.85 હજાર થવાના ભણકારા વાગી રહ્યા છે. તેમ અમદાવાદ જવેલર્સ એસોસીએશનના પ્રમુખ જીગર ઝવેરીએ જણાવ્યું છે. આ ઉપરાંત વિશ્વયુદ્ધ અને તણાવભરી સ્થિતિ વચ્ચે સોનુ 80 હજાર સુધી પણ પહોંચી શકે છે.

રોકાણનો બેસ્ટ વિકલ્પ છે સોનુ
ઉલ્લેખનીય છે કે મોટાભાગના દાગીના 22 કેરેટ ગોલ્ડમાં કરાવવામાં આવતા હોય છે ત્યારે 22 કેરેટ સોનાનો ભાવ 55,000 આસપાસ જોવા મળ્યો હતો. સોનાના ભાવમાં નોંધાતા વધારા વચ્ચે આજના ભાવ આસમાનને આંબી જતા રોકાણકારો મૂંઝાયા હતા સાથે રેગ્યુલર ખરીદી કરતાં લોકોએ પણ સોનું ખરીદવાનું માંડી વાળ્યું હતું! હાલની સ્થિતિએ વિશ્વ બજારમાં ચાલતા સખળડખડ વચ્ચે સોનાને રોકાણ માટે સૌથી બેસ્ટ વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. જેને લઈને રોકાણકારો સોના તરફ વળ્યા છે આથી સોનાના ભાવમાં વધારો નોંધાઇ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ