બ્રેકિંગ ન્યુઝ
Dharmishtha
Last Updated: 11:54 AM, 7 June 2021
ADVERTISEMENT
ભારતીય બજારોમાં સોનાના ભાવ ઘટી રહ્યા છે
નબળા ગ્લોબલ માર્કેટની વચ્ચે ભારતીય બજારોમાં સોનાના ભાવ ઘટી રહ્યા છે. એમસીએક્સ પર સોના વાયદો 0.08 ટકાના ઘટાડા સાથે 48,953 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. જ્યારે ચાંદી વાયદા 0.3 ટકાની ઘટાડા સાથે 71, 308 રુપિયા પ્રતિ કિલોગ્રામ છે. સોનું ભલે મોંઘુ થયું છે પરંતુ આ પોતાના ઓલ ટાઈમ ટાઈથી ઘણું સસ્તુ વેચાઈ રહ્યું છે. સોનું હાલ પોતાના રેકોર્ડ હાઈથી લગભગ 7000 રુપિયા સસ્તુ છે. ઓગસ્ટ 2020માં 10 ગ્રામ સોનાની કિંમત 56 હજારે પહોંચી ગઈ હતી.
ADVERTISEMENT
ઈન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડની સ્થિતિ
આંતરરાષ્ટ્રીય બજારોમાં અમેરિકન ડોલરના મજબૂત થવાથી સોનાના ભાવ ઓછા થયા છે. હાજર સોનું 0.2 ટકા ઘટાડા સાથે 1, 886.76 ડોલર પ્રતિ ઓંસ પર હતુ. જો કે અમેરિકન બોન્ડ યીલ્ડે કિંમતી ધાતુના નુકસાનમાં મર્યાદિત કર્યુ છે. અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી 0.7 ટકા ઘટીને 27.58 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે. જ્યારે પ્લેટિનમ 0.2 ટકા વધીને 1, 164.72 ડોલર થઈ ગઈ છે.
24 કેરેટ ગોલ્ડનો ભાવ
ગુડ રિટર્ન્સ વેબસાઈટના જણાવ્યાનુંસાર દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ અલગ અલગ છે. દિલ્હીમાં 10 ગ્રામ સોનાના રેટ 51270 રુપિયા છે. આ ઉપરાંત ચેન્નાઈમાં 50, 370 રુપિયા મુંબઈમાં 49320 રુપિયા અને કોલકત્તામાં 50, 720 રુપિયા 10 ગ્રામ છે.
એચડીએફસી સિક્યોરિટીજે જાણકારી આપી હતી કે રાષ્ટ્રીય રાજધાનીના સરાફા બજારમાં પણ શુક્રવારે સોનું 388 રુપિયા ઘટીને 47, 917 રુપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગઈ હતી. આ રીતે ચાંદી પણ 920 રુપિયા ઘટવાની સાથે 69, 369 રુપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઈ છે. જે ગત કારોબાકી સત્રમાં 70, 289 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર રહી હતી.
આ રીતે ચેક કરો શુદ્ધતા
તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. 'BIS Care app' થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.