બ્રેકિંગ ન્યુઝ
Jaydeep Shah
Last Updated: 04:27 PM, 6 October 2022
ADVERTISEMENT
સોનાના ભાવમાં આજે વધારો
ADVERTISEMENT
સર્રાફા બજારમાં આજે એટલે કે ગુરુવારે સોનાની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ અનુસાર, 6 ઓકટોબરના રોજ સર્રફા બજારમાં સોનું 716 રૂપિયા મોંઘું થઈને 51,792 રૂપિયાના સ્તર પર પહોંચી ગયું છે.
ચાંદીની કિંમતમાં ઘટાડો
જો ચાંદીની વાત કરીએ તો આજે કિંમતમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. સર્રાફા બજારમાં ચાંદી 140 રૂપિયા સસ્તી થઈને 60,894 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર પહોંચી ગઈ છે.
ભારતમાં થઈ શકે છે સોનાની અછત
ગયા વર્ષની સરખામણીએ બેંકોની તિજોરીઓમાં 10% કરતાં ઓછું સોનું બચ્યું છે. મુંબઈ સ્થિત તિજોરીના અધિકારીએ જણાવ્યું હતું કે આ તિજોરીઓમાં સામાન્ય રીતે બેંકોમાંથી કેટલાંક ટન સોનું રાખવામાં આવે છે, પરંતુ હાલમાં તે માત્ર થોડા કિલો છે. આ કારણે તહેવારોની મધ્યમાં વિશ્વના બીજા સૌથી મોટા સોનાના બજાર ભારતમાં સોનાની થોડી અછત જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં, પીક-ડિમાન્ડ સીઝન દરમિયાન ખરીદદારોને ભારે પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે. આ કારણે ધનતેરસ, દિવાળી અને લગ્ન માટે સોનું ખરીદનારાઓએ વધુ કિંમત ચૂકવવી પડી શકે છે.
દિવાળી પર વધી શકે છે સોનાનો ભાવ
કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું હતું કે ભારતીય હોલસેલર સોના પર પ્રતિ ઔંસ 1-2 ડોલર પ્રીમિયમ ચૂકવે છે. તે ચીનમાં 25-30 ડોલર અને તુર્કીમાં 80 ડોલર છે. આ જ કારણ છે કે બેંકોએ ભારતનું સોનું આ દેશોમાં મોકલ્યું છે. ભારતમાં હોલસેલરો પણ તહેવારો દરમિયાન માંગમાં વધારો થવાને કારણે 8-10 ડોલર સુધીનું પ્રીમિયમ ચૂકવીને સોનું ખરીદશે. આ સાથે દિવાળી સુધી સોનાનો ભાવ 1000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી વધી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.