બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કચ્છમાં નીકળવા લાગ્યા 'સોનાના' પથ્થર? મામૈયા દેવની આગાહી સાચી પડી? દુબઇના શેખો કરી રહ્યા છે ખરીદવા માટે પડાપડી

આગમવાણી / કચ્છમાં નીકળવા લાગ્યા 'સોનાના' પથ્થર? મામૈયા દેવની આગાહી સાચી પડી? દુબઇના શેખો કરી રહ્યા છે ખરીદવા માટે પડાપડી

Published By: Bharatsinh Chauhan

Last Updated: 10:56 AM, 16 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold in Found in Kutch :સમગ્ર વિશ્વ સોના પાછળ ઘેલું છે, ત્યારે કચ્છના પાવર પટ્ટીમા સોના જેવા ચળકતા પથ્થરો જોવા મળી રહ્યા છે. જેને લઇને સ્થાનિક લોકોમા એક ઉત્કસુકતા જોવા મળી રહી છે.

Gold in Found in Kutch : જમ્મુ અને કાશ્મીરમાં સોનાની ખાણો મળી આવી છે. વૈજ્ઞાનિકો તેના પર સંશોધન કરી રહ્યા છે. આગામી 10 વર્ષમાં તેમાં માઇનિંગ પણ શરૂ કરવામાં આવશે તેવો અંદાજ છે. આ ઉપરાંત લિથિયમ પણ કાશ્મીરમાંથી મોટા પ્રમાણમાં મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો કે હવે કચ્છમાંથી પણ "સોનું" મળી આવ્યું છે. આ સોનાની સમગ્ર વિશ્વમાં બોલબાલા છે. ખાસ કરીને અરબનાં વિવિધ દેશોમાં આ પથ્થરનું સુશોભન તરીકે ખુબ જ માંગ વધી રહી છે. અરબસ્તાની શેખોમાં આ પથ્થર માટે ખાસ ક્રેઝ જોવા મળી રહ્યો છે.

સમગ્ર વિશ્વમાં સોનાની ઘેલછા

સમગ્ર વિશ્વ સોના પાછળ ઘેલું છે, ત્યારે કચ્છના પાવર પટ્ટીમા સોના જેવા ચળકતા પથ્થરો જોવા મળી રહ્યા છે. જેને લઇને સ્થાનિક લોકોમા એક ઉત્કસુકતા જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે સરકાર દ્રારા કંઇક સંશોધન થાય તો જરુર સોનાનો સુરજ ઉગે તેમ છે.

Kutchh Gold

પાવર પટ્ટી વિસ્તારમાં સોનાના ખડક

કચ્છના નખત્રણાના પાવર પટ્ટીમા આવેલું પાલનપુર-બાડી ગામ અને ગામની સીમ આવતો વોકળો સોનવો અને સોનજરથી જાણીતો આ વોકળો જે ઝુરા ગામના ડુંગરોમાથી આવે છે. લોકોમા કુતુહલ જગાડે તેવું અહીં જોવા મળી રહ્યું છે. વર્ષોથી આ વોકળો છે અને આ વોકળામા સોના જેવા ચળકતા પથ્થરો જોવા મળે છે. જેમ પથ્થર તોડવામા આવે તેમા સોના જેવી ઝીણી કળી મળી આવે છે. જો કે તેની કોઇ કિંમત મહત્વની નથી. તે માત્ર પથ્થર સમાન જ છે.

આ પણ વાંચો : 'તમે કરોડો સપનાઓને પાંખો આપી...' PM મોદીએ શુભાંશુ શુક્લાને આપ્યા અભિનંદન

કચ્છનાં ધર્મગુરૂએ પણ કરી હતી આગમવાણી

કચ્છમા વિપુલ ખજાના વિશે મહેરા સંપ્રદાયના સ્થાપક માતંગ દેવ થઇ ગયા છે. તેમની ચોથી પેઢી અવતરેલા મામૈયદેવ થયા તેમને કચ્છમાં સોનું મળવા અંગે આગમવાણી કરેલી હતી. આ અગમવાણીમાં પણ સોના અંગે ઉલ્લેખ જોવા મળે છે. આ અગમવાણીમાં લખેલું છે કે,

WhatsApp Image 2025-07-15 at 3.56.47 PM

(મામૈયાદેવની આગમવાણી)

“સોનું ઝુરેનું જડશે, રૂપો થીંધો

ઝુમારા, ખુરો થીંધો ખેર તડતે, વજો (કાંસું) થીંધો વેરાર.

ત્રામું થીંધો મુરિયાણ, જારો કી ઝુમારે, સંખો ધારે બેટ,

મામૈ ભણે માયસરીયા, તેની ધ્રુવ કે ન રોંધી ઠારપને ઠેપ.

આ પણ વાંચો : શુભાંશુ શુક્લા ડ્રેગન કેપ્સ્યુલમાંથી બહાર આવ્યા, 18 દિવસ પછી સફળ વાપસી

સોનાના વોકળામાં વહેશે પાણી

આ આગમવાણીમાં આ સોનવા વોકળા વિશે પણ ઉલ્લેખ કરેલો છે તેવું સ્થાનિક લોકોનું માનવું છે. આ વિસ્તારમાંના અભ્યાસુ એવા બાબુભાઇ માતંગએ VTV DIGITAL ને જણાવ્યું કે, ભુજ તાલુકાની રૂદ્રમાતા જાગીર અને નખત્રાણા તાલુકાની થાન જાગીર વચ્ચે કચ્છના મોટા રણને અડીને પથરાયેલા પ્રદેશ 'પાવરપટ્ટી' તરીકે રાજાશાહી વખતથી પ્રખ્યાત છે. આ વિસ્તારમાં લોરિયા, ઝુરા, બાડી, નિરોણા અને ઓરીરા ગામોની દક્ષિણે મોટી-મોટી પર્વતની હારમાળા છે. ઝુરા અને બાડી વચ્ચેના ડુંગરોમાંથી એક છેલો (ઝરણું) નીકળે છે. જે આ પંથકમાં 'સોનજર' તરીકે પ્રખ્યાત છે. કેટલાક લોકો તેને ‘સોનવો’ના છેલા તરીકે પણ ઓળખે છે. આ છેલાના પથ્થરો અને છેલ્લો જ્યાંથી ઉત્પન્ન થાય છે તે ડુંગરના પથ્થરો ઝીણી-ઝીણી સુવર્ણ કણિકાઓથી કંડારેલા છે. આ પથ્થરને તોડતાં જ તેમાં રહેલું સોનું ઝળહળી ઊઠે છે.

Kutchh Gold 1

આ ડુંગરમાં સોનાની હાજરીના પુરાવા

બાબુભાઇ માતંગે જણાવ્યું કે, કચ્છ રાજપરિવારના સત્સ્ય અને જાણીતા પર્યાવરણવાદી સ્વ. હિંમતસિંહજી પણ આ ડુંગરોના પથ્થરોમાં સોનાની મોજૂદગીને સમર્થન આપતા એટલું જ નહીં રાજાશાહી શાસનકાળ દરમ્યાન આ અંગે સંશોધન પણ થયાં હોવાનું કહેતાં રાજવંશના જાણીતા સેક્રેટરી અને ભૂસ્તરશાસ્ત્રી જનરલ સ્મિથે ઝુરા ડુંગરોના પથ્થરોમાં સચવાયેલા સોનાને ગાળવાના પૂરતા પ્રયાસો આદર્યા હતા, પરંતુ તે વખતે ટાંચા સાધનો અને અવિકસિત વૈજ્ઞાનિક ટેક્નોલોજીને લીધે પથ્થરોમાંથી સોનું છૂટું પાડવાની પ્રક્રિયાનો ખર્ચ ઉપલબ્ધ સોના કરતાં વધી જતો હોઈ આ સંશોધન પડતું મૂકવામાં આવ્યું હતું.
WhatsApp Image 2025-07-15 at 3.56.47 PM (1)

(બાબુભાઇ માતંગ)

જો કે નિષ્ણાંતો કહે છે કે આ માત્ર પથ્થર છે

આ બાબતે VTV ડિજિટલ દ્વારા જયારે કચ્છ યુનિવસિટીના અર્થે એન્ડ એનવાયૅમેન્ટલ સાયાન્સ વિભાગના પ્રોફેસર ડો.ગૌરવ ચૌહાણ કહે છે. ઝારા ડુંગરના હારામાળામાં આ રીતના પથ્થરો સોનેરી છે. પણ તેમનુ કહેવું છે આ સોના જેવા છે પરંતુ સોનાના પથ્થરો નથી. વર્ષોની કુદરતી રીતે બનેલા છે. આ પથ્થર એક રીતના લાઇમ સ્ટોન છે, ગોલ્ડન ઓલાઇટ જેવો પથ્થર કચ્છના ઝુરાના ડુંગરમા જોવા મળે બાકી યુરોપના અમુક દેશમા જોવા મળે છે. ઝુરા વિસ્તાર માથી પુનાથી જીઓલોજી વિભાગના વિધાથી અભ્યાસ કરવા માટે આવે છે. હાલ આ કિંમતી ધાતુનું સંશોધન જરૂરી બન્યું છે. જો અહીંના ખંડકોમાં સોનાની મોજૂદગી ઉત્પાદનમાં પરિણમે તો કામણગારા કચ્છડાની કિર્તી આભે ચડી દેશને સોનું પુરૂં પાડતી કર્ણાટકની કોલારની ખાણોની જેમ અહીંના સુવર્ણ જડીત ખડકોવાળા ડુંગર કચ્છ માટે ‘કોલાર’ બની શકે છે.
Prof

(ડૉ ગૌરવ ચૌહાણ)

આ પણ વાંચો : 'તમે કરોડો સપનાઓને પાંખો આપી...' PM મોદીએ શુભાંશુ શુક્લાને આપ્યા અભિનંદન

મંગળના ખડકો કચ્છમાંથી મળી આવે છે

1997 માં નાસા દ્વારા મંગળ ગ્રહ પર પાથફાઇન્ડર રોબોટ મોકલી લાલ ગ્રહના 15 જેટલા ખડકોનું રાસાયણિક પૃથ્થકરણ કરતા સામે આવ્યું કે, આ ખડકોમાં પ્રચૂર માત્રામાં કિરણોત્સર્ગી પ્રક્રિયા થઇ રહી છે. જો કે આવા પથ્થર કચ્છમાં માતાના મઢમાંથી પણ મળી આવી છે. તેનું સંશોધન કરવા માટે NASA પણ કચ્છ આવી ચુકી છે. કચ્છમાં અનેક અમુલ્ય પથ્થરો મળી આવ્યા છે.

Kutchh Gold 2

માતાના મઢનું પણ અનોખુ મહાત્મય

માતાના મઢથી લખપત રોડ અનેક કિલોમીટર સુધી પથરાયેલા ખડકોમાં કેલ્શિયમ બેરિંગ મીનામાઇટ અને નાઇટ્રો એલ્યુનાઇટના સફેદ, પીળા લાલ તથા ક્રીમ કલરના પથ્થરોનો સમાવેશ થાય છે. ઇસરોના વૈજ્ઞાનિકો પણ આ ખડકોમાં ખુબ જ રસ લઇ રહ્યા છે. આ ખડકો લાવારસમાંથી બને છે. તેના પર પણ સંશોધન ચાલી રહ્યું છે.

vtv app promotion

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

golden stone Gold mine discovered in Kutch કચ્છમાંથી મળ્યા સોનાના પત્થર

Published by

Bharatsinh Chauhan

Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ