બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / gold jewellery for god is being purchased in crores of rupees every year shocking details revealed

આસ્થા / ભગવાન માટે ભાવ હોય તો સોનાનાં ભાવથી કોઈ ફરક નથી પડતો, દર વર્ષે કરોડો રૂપિયાનાં આભૂષણો ખરીદે છે લોકો

Published By: Mayur

Last Updated: 04:46 PM, 4 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક અંદાજ મુજબ અમદાવાદમાં દર મહિને 20 થી 30 કિલો સોનાના અને આશરે 50 કિલો જેટલા ચાંદીનાં આભૂષણો બને છે. જેની કિંમત અંદા‌િજત ૧૦ કરોડ સુધી આંકી શકાય. જાણો આભૂષણોની અવનવી વિગતો

  • ભગવાનના આભૂષણોની વધી રહી છે બોલબાલા   
  • હવે દર મહિને ૧૦થી ૧પ કિલો ભગવાનનાં સોનાનાં આભૂષણો બની રહ્યાં છે
  • દેશ-વિદેશનાં મંદિરો માટે બને છે આભૂષણો 

પાંચ હજારથી લઇને રૂ.ત્રણ કરોડ સુધીનાં આભૂષણો
દેશ-વિદેશનાં મંદિર માટે લાખોની કિંમતનાં આભૂષણો ભક્તો ભાવથી બનાવડાવીને પ્રભુ કે માતાજીને અર્પણ કરે છે, ક્યાંક સોનાના કળશમાં તો ક્યાંક મંદિરના દરવાજા સુધી સીમિત રહેતું સોના કે ચાંદીનું દાન હવે પ્રભુનાં ઘરેણાં-આભૂષણો સુધી પહોંચ્યું છે. એક જમાનામાં પ્રભુ માટે બનતાં માત્ર ચાંદી કે ઇમિટેશનનાં આભૂષણોનું સ્થાન હવે હીરા-મોતી, સોના-ચાંદીએ લીધું છે. રૂ. પાંચ હજારથી લઇને રૂ. ત્રણ કરોડ સુધીનાં આભૂષણો માટે ભક્તો ઓર્ડર આપીને કસ્ટમાઇઝ કરાવે છે.

૧૦૦ વર્ષથી આ કલાવારસો અહીં જીવંત 
સોના-ચાંદીનાં આકર્ષક ઘરેણાં દેશ-વિદેશના મંદિરના શણગાર, ભગવાનનાં આભૂષણો, તેમનાં વસ્ત્રો બનાવવા માટે કેટલાક કારીગરોની કલાકૃતિ વિશ્વભરમાં જાણીતી છે. એક અંદાજ મુજબ ૧૦૦ વર્ષથી આ કલાવારસો અહીં જીવંત છે. કોરોનાના કારણે સોના-ચાંદીની ખરીદી અને તેના વેચાણમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે તેવી જ રીતે સોના-ચાંદીના દાગીનામાંથી જે આભૂષણો- શૃંગાર બનતા હતા તેના પ્રમાણમાં પણ બદલાવ આવીને મોટો વધારો થયો છે.

૧૦થી ૧પ કિલો સોનામાંથી અને ૩૦ કિલો ચાંદીમાંથી બને છે આભૂષણો
એક અંદાજ અનુસાર કોરોના પહેલાં અમદાવાદ શહેરમાં અંદાજિત દર મહિને ૧૦થી ૧પ કિલો સોનામાંથી અને ૩૦ કિલો ચાંદીમાંથી ભગવાનનાં આભૂષણો અને વસ્ત્રો બનતાં હતાં તેના બદલે હવે આ પ્રમાણ ડબલ થયું છે. અત્યારે બમણા પ્રમાણમાં ભગવાનનાં સોના-ચાંદીનાં આભૂષણો-શંૃગાર અને વસ્ત્રો બની રહ્યાં છે, જેની કિંમત અંદા‌િજત ૧૦ કરોડ સુધી આંકી શકાય.

લોકલ માર્કેટમાં પણ માગ બમણી થઇ
આ ઓર્ડર દેશ-વિદેશના અલગ-અલગ મંદિરમાંથી મળી રહ્યા છે. ઉપરાંત લોકલ માર્કેટમાં પણ તેની માગ બમણી થઇ છે. માતાજીના પગના નૂપુરથી લઈને આખેઆખા સોના-ચાંદીમાંથી વસ્ત્રો બની રહ્યાં છે. જે દાગીના બને છે તે ઘરના મંદિરથી લઇ વિશ્વપ્રસિદ્ધ મંદિરમાં બિરાજમાન ભગવાનને ચઢાવવામાં આવે છે.

કયા કયા પ્રકારના આભૂષણો બને છે?
સોનામાંથી નૂપુર, કડાં, કંદોરો, મુગટ, કુંડળ, બાજુબંધ, હાર, નખાવલિ, નેત્ર, તોડા, ઝાંઝર, છડી, બંસી, પગની મોજડી, સિંહાસન, મંદિરનાં દ્વાર, શિખર વગેરે અહીં બને છે તો ચાંદીમાંથી કમળ, લક્ષ્મીજી, ગણપતિની મૂર્તિ, સિક્કા, ભગવાનને જેમાં થાળ ધરાવવામાં આવે તે ચાંદીના
વાડકા, થાળી, ગ્લાસ, ચમચી વગેરે બનાવાય છે તેમજ ભૂતકાળમાં બસરાની છીપમાંથી ઠાકોરજીના શંૃગાર, હીરા-માણેક, પન્નામાંથી વસ્ત્રો બની રહ્યાં છે.

મંદિરની દાનપેટીનાં નાણાંમાંથી ભગવાનનાં આભૂષણો બનાવાય છે
અમદાવાદ જવેલર્સ એસોસીએશનના પ્રેસિડેન્ટ જિગરભાઈ સોનીએ જણાવ્યું હતું કે આજના ક્રાંતિયુગમાં લોકો શાંતિ અર્થે પ્રભુ તરફ વળ્યા છે. તેઓની પ્રભુ પ્રત્યે આસ્થા વધતાં તેમને જીવંત સ્વરૂપે જુએ છે અને મને છે કે પ્રભુ તેમની સાથે છે માટે પોતે જે રીતે જીવે છે તેનાથી વધુ સારી રીતે પ્રભુને     લાડ લડાવે છે. જેમાં સૌથી વધુ મૂલ્યવાન આભૂષણ અને વાઘાનો સમાવેશ પણ થાય છે. મંદિરની દાનપેટીમાં ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવતા નાણાંમાંથી પણ ભગવાનના આભૂષણો બનાવવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News god gold jewellery gujarati samachar ગુજરાતી ન્યૂઝ સોનાના આભૂષણ gold jewellery for god

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ