બ્રેકિંગ ન્યુઝ
Jaydeep Shah
Last Updated: 05:49 PM, 7 October 2022
ADVERTISEMENT
સોનાનો ભાવ 53 હજારના સ્તરની નજીક
ફેસ્ટિવ ડિમાન્ડ વચ્ચે સોના અને ચાંદીની કિંમતોમાં વધારો નોંધાયો છે અને સોનુ ધીરે ધીરે 53 હજારનાં સ્તર તરફ આગળ વધી રહ્યું છે. આજના કારોબારમાં પણ સોનાનાં ભાવમાં વધારો આવ્યો છે. આજે ચાંદીની કિંમતોમા પણ વધારો નોંધાયો છે અને ભાવ 62 હજાર રૂપિયાનાં સ્તરને પાર પહોંચી ગયો છે. ખાસ વાત એ છે કે આજે વિદેશી બજારમા સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે પણ તહેવારની સિઝનમાં સોનાની માંગ હોવાથી ડોમેસ્ટિક બજારમાં કિંમતોમાં વધારો જોવા મળ્યો.
ADVERTISEMENT
શું છે આજે સોનાના ભાવ ?
દિલ્હી સર્રાફા બજારમા શુક્રવારે સોનાનો ભાવ 37 રૂપિયા વધીને 52,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. HDFC સિક્યોરીટીઝે આ જાણકારી આપી છે. આ પહેલા કારોબારી સત્રમાં સોનાનો ભાવ 52,263 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. જ્યારે ચાંદી 311 રૂપિયાનાં વધારા સાથે 62,022 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ, જે એક દિવસ પહેલા 61,711 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર હતી. આંતરરાષ્ટ્રીય બજારમા સોનાનાં ભાવમાં ઘટાડા સાથે ભાવ 1,711.16 ડોલર પ્રતિ ઓંસ જ્યારે ચાંદીનો ભાવ ઘટીને 20.73 ડોલર પ્રતિ કિલોગ્રામ છે. HDFC સોકયોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે કહ્યું કે રૂપિયામાં નબળાઈ અને સોનાની મજબૂત માંગને કારણે ભારતીય બજારમાં સોના ચાંદીની કિંમતોમા વધારો થયો છે.
ફેસ્ટિવ સિઝનમાં વધી સોનાની માંગ
હાલમાં સોનાની કિંમતોને વધતી માંગનો સહારો મળ્યો છે. એટલા માટે વિદેશી બજારોમાં ઘટાડા છતાં પણ ભારતીય બજારોમાં સોનાનો ભાવ વધ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, આ દશેરાનાં દિવસે સોનાનું વેંચાણ ગયા વર્ષની સરખામણીમા 30 ટકા વધારે થયું છે અને બજાર અનુમાન લગાવે છે કે ધનતેરસ અને દિવાળીના અવસર પર માંગમાં વધારો જોવા મળશે. આ વધારાને કારણે સોનાના જાણકારો માની રહ્યા છે કે કીમતી ધાતુઓની કિંમતોમા આગળ પણ વધારો જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.