બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Goat injured in hit-and-run in Ahmedabad, people with sticks-pipes attacked Activa driver, killed

ક્રાઈમ / અમદાવાદમાં ટક્કરથી ઘાયલ થઈ બકરી, લોકો લાકડી-પાઈપ લઈને તૂટી પડ્યાં એક્ટિવા ચાલક પર, મારી નાખ્યો

Dinesh

Last Updated: 07:25 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૃષ્ણનગરના સૈજપુર બોઘામાં રહેતો જગદીશ ચુનારા નાંમનો યુવક રાત્રે એક્ટિવા પર જઇ રહ્યો હતો ત્યારે રાધેશ્યામ ચાલીમાં તેનો અકસ્માત બકરી સાથે થયો હતો

  • બકરી સાથે અકસ્માત જેવી નજીવી બાબતે એક યુવાનની હત્યા 
  • બકરીને ટક્કર વાગતા ઈજા પહોંચતા આરોપીએ હુમલો કર્યો
  • પોલીસે એકની ધરપકડ કરી અન્ય ચારની શોધખોળ શરૂ કરી


અમદાવાદના કૃષ્ણનગરમાં એક બકરી સાથે અકસ્માત જેવી નજીવી બાબતે એક યુવાનની હત્યા કરી દેવાતાં ચકચાર મચી છે. કૃષ્ણનગરના સૈજપુર બોઘામાં રહેતો જગદીશ ચુનારા નાંમનો યુવક  રાત્રે એક્ટિવા પર જઇ રહ્યો હતો ત્યારે રાધેશ્યામ ચાલીમાં તેનો અકસ્માત બકરી સાથે થયો હતો. એક્ટિવા સાથે ટક્કર બાદ બકરી ઘાયલ થઇ ગઇ હતી. 

નજીવી બાબતે હત્યા
આરોપી હિતેશ જેણે બકરી સાથે અકસ્માત મામલે એક યુવકની હત્યા કરી દીધી છે. ઘટના એવી છે કે, કૃષ્ણનગરમાં સૈજપુર બોઘામાં રહેતો યુવક જગદીશ ચુનારા રાત્રિ દરમિયાન એક્ટિવા પર જઈ રહ્યો હતો. તે દરમિયાન સૈજપુર ભઠ્ઠામાં રાધેશ્યામ ચાલીની અંદર એક્ટિવા ચલાવતા સમયે અચાનક તેની એક્ટિવા આગળ બકરી આવી હતી. જેના કારણે બકરીને ટક્કર વાગતા તેને ઈજા પહોંચી હતી. બકરીના માલિક આરોપી હિતેશ ચુનારા, તેના પિતા દશરથ ચુનારા અને ભાઈઓ  ઘરેથી બહાર આવ્યા હતા અને જગદીશ ચુનારા સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે ઉશ્કેરાયેલા આરોપીઓ લાકડીઓ અને લોખંડની પાઇપોથી હુમલો કરી દીધો હતો અને જગદીશ જમીન પર ઢળી પડ્યો હતો. હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા ડોક્ટર મૃત જાહેર કર્યો હતો. જે મામલે ક્રુષ્ણનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી એક આરોપી હિતેષની ધરપકડ કરી છે.

આરોપીની તસવીર

5 આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો
પકડાયેલ આરોપી હિતેષ ચુનારા મજુરી કામ કરે છે અને ઘરે બકરીઓનો ઉછેર કરે છે. ઘર નજીક બકરી ફરી રહી હતી ત્યારે જગદીશની એક્ટિવાથી બકરી ઘાયલ થતા પરિવાર ઉશ્કેરાઈ ગયો હતો. આ બકરી બાળપણથી ઉછેરી હોવાથી લાગણીના કારણે મારામારી કરી દીધી હોવાનો આરોપીએ બચાવ કર્યો છે પરંતુ એક સામાન્ય ઝઘડામાં યુવકની હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ હતી. કૃષ્ણનગર પોલીસે હત્યા કેસમાં 5 આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જેમાં મુખ્ય સૂત્રધારની ધરપકડ કરીને અન્ય ચારની શોધખોળ શરૂ કરી છે.

મૃતકની તસવીર


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ