બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Goa BJP candidate self-declares assets of nearly Rs 1,400 crore

લોકસભા ચૂંટણી / કોણ છે કુબેરપતિ મહિલા ઉમેદવાર? જાહેર કરી 1400 કરોડની સંપત્તિ, દુબઈથી લંડન સુધી માયા

Hiralal

Last Updated: 05:48 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાના એક મહિલા ઉમેદવારે 1400 કરોડની સંપત્તિનો ખુલાસો કરતાં ઉમેદવારી નોંધાવી છે.

ભાજપે ઉદ્યોગપતિ શ્રીનિવાસ ડેમ્પોની પત્ની પલ્લવી ડેમ્પોને દક્ષિણ ગોવા બેઠકથી ટિકિટ આપી છે. પલ્લવીએ મંગળવારે દક્ષિણ ગોવા જિલ્લા કલેક્ટર કચેરીમાં ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું જેમાં સંપત્તિને લઈને ખુલાસો કર્યો છે. રિટર્નિંગ ઓફિસર સમક્ષ દાખલ કરવામાં આવેલા 119 પાનાના સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે કે તેમના પતિ શ્રીનિવાસ ડેમ્પો સાથેની તેની સંપત્તિ આશરે 1400 કરોડ હોવાનું અનુમાન છે. 

ડેમ્પો કપલની કુલ સંપત્તિ 1400 કરોડની આસપાસ 
સોગંદનામા અનુસાર, પલ્લવી પાસે 255.4 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે, જ્યારે તેમના પતિ શ્રીનિવાસની માલિકીની સંપત્તિની કિંમત 994.8 કરોડ રૂપિયા છે. પલ્લવીની સ્થાવર મિલકતોની કુલ બજાર કિંમત 28.2 કરોડ રૂપિયા છે, જ્યારે શ્રીનિવાસની સ્થાવર મિલકતોની કુલ બજાર કિંમત 83.2 કરોડ રૂપિયા છે. શ્રીનિવાસ ડેમ્પોની ગોવા અને દેશના અન્ય ભાગોમાં આવેલી મિલકતો ઉપરાંત આ દંપતી દુબઈમાં એક એપાર્ટમેન્ટ પણ ધરાવે છે, જેની હાલની માર્કેટ વેલ્યુ 2.5 કરોડ રૂપિયા છે. લંડનમાં 10 કરોડનું એક એપાર્ટમેન્ટ પણ છે. પલ્લવી ડેમ્પોના સોગંદનામા મુજબ તેની પાસે 5.7 કરોડ રૂપિયાનું સોનું છે. પલ્લવીએ નાણાકીય વર્ષ 2022-23 માટે 10 કરોડ રૂપિયાનું આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું છે. 

શું ડેમ્પો ગ્રુપ 
ડેમ્પો ગ્રુપ બિઝનેસ ફ્રેન્ચાઇઝી ફૂટબોલ લીગથી માંડીને રિયલ એસ્ટેટ, શિપબિલ્ડિંગ, એજ્યુકેશન અને માઇનિંગ બિઝનેસ સુધીનો કારોબાર કરી રહ્યું છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ