બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મુંબઈ / પ્રાઈવેટ પાર્ટમાં પથ્થર અને સર્જીકલ બ્લેડ, દુષ્કર્મ કે પછી પિતાના ડરથી યુવતીએ રચી કહાની, મામલો સંગીન
Last Updated: 01:52 PM, 24 January 2025
'બળાત્કાર' શબ્દ આજકાલ ખૂબ સામાન્ય થઇ ગયો છે. દર થોડા સમય પર બળાત્કારની ઘટના સામે આવતી હોય છે. હવે તો માતા-પિતા પણ પોતાની દીકરીને બહાર મોકલતા પહેલા વિચાર કરતા હોય છે કારણ કે ક્યારે શું થઇ શકે છે તેની કોઈને ખબર હોતી નથી. બળાત્કાર કેસ સાંભળીને દરેક ક્રોધમાં આવી જતા હોય છે, કારણ કે આ કૃત્ય એટલું નિર્દયતાભર્યું હોય છે કે, સાંભળીને રુવાંટા ઉભા થઇ જતા હોય છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રના મુંબઇમાં વસઇ બીચ પર એક 20 વર્ષની છોકરી પર બળાત્કારનો મામલો સામે આવ્યો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર મંગળવારે આ મામલાની માહિતી મળી હતી. આ કેસની તપાસ પોલીસ કરી રહી છે જેમાં એક નવો વળાંક આવ્યો હોય તેવી સ્થિતિ બની છે. આ છોકરી પર એટલી ક્રૂરતાથી બળાત્કાર કરવામાં આવ્યો હતો કે, તમે કદાચ સાંભળી પણ નહીં શકો. વિગતો મુજબ એ છોકરીના પ્રાઇવેટ પાર્ટસમાં પ્લાસ્ટિકમાં લપેટી એક પથ્થર અને સર્જિકલ બ્લેડ રાખવામાં આવી હતી. આ કેસમાં એક ઓટો ડ્રાઈવર પર યુવતી પર બળાત્કાર કરવાનો આરોપ છે જેથી પોલીસે ઓટો રિક્ષા ચાલકની પણ ધરપકડ કરી છે. આ તરફ હવે પોલીસની ઝીણવટભરી તપાસમાંઆ કેસનું બીજું પાસું સામે આવ્યું છે, જે જાણીને તમે આશ્ચર્યચકિત થશે.

ADVERTISEMENT
મીડિયા અહેવાલો મુજબ પોલીસનું માનવું છે કે, આ યુવતીએ પોતાની જાતે જ પ્રાઇવેટ પાર્ટસમાં આ વસ્તુઓ રાખી હતી. જો આપણે સ્થાનિક મીડિયા અહેવાલોનું માનીએ તો પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, છોકરી નાલાસોપારાથી પોતાના ઘરેથી ભાગી ગઇ હતી. એક રિપોર્ટ અનુસાર છોકરીના પિતા એક સામાન્ય દુકાનદાર છે સાથે ઘરમાં તેના ભાઇ અને માતા પર મારપીટ કરતા હતા. પરંતુ છોકરીએ પોલીસને કંઇક બીજું કહ્યું હતું , તેણે નિવેદન આપ્યું હતું કે, તે અનાથ છે અને તેનું ઘર ઉત્તર પ્રદેશના વારાણસીમાં છે. તેણીએ જણાવ્યું હતું કે, તે તેના કાકા સાથે રહેતી હતી અને તે મુંબઈ આવી હતી. આ નિવેદનથી પોલીસને છોકરીએ ગેરમાર્ગે દોર્યાં હોવાની સ્થિતિ બની છે. જોકે હવે આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : આજે રાષ્ટ્રીય બાલિકા દિવસ, કેન્દ્ર અને રાજ્ય સરકારની દીકરીઓ માટેની યોજના જાણવા જેવી
ADVERTISEMENT
પોલીસના આપેલા નિવેદન મુજબ યુવતી મુંબઈ આવ્યા બાદ રેલવે સ્ટેશન પર ઓટો ડ્રાઈવરને મળી હતી તે સમયે તેણે તેની આપવીતી ઓટો ડ્રાઇવરને કહી હતી. તે સાંભળ્યા બાદ ઓટો ડ્રાઈવરને તેના પ્રત્યે સહાનુભૂતિ આવી અને તેના ઘરે લઇ જવા માટે કહ્યું હતું. પરંતુ મદદ કરવાને બદલે ડ્રાઇવર તેને 12 કિમી દૂર લઈ ગયો હતો અને ત્યાં તેના પર બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. આ તમામ નિવેદન સાંભળ્યા બાદ પોલીસનું માનવું છે કે, છોકરી તેના પિતાથી ઘણી ડરી ગઈ છે જેના કારણે ઘરેથી ભાગી હતી. આ પછી માતા-પિતાની સહાનુભૂતિ મેળવી શકે તે હેતુથી તેણે જાતે જ પ્રાઇવેટ પાર્ટમાં એક પથ્થર અને બ્લેડ મૂકી હોય શકે છે અને પોલીસ એવું પણ માને છે કે, યુવતીને કોઈ માનસિક સમસ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.