ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:26 PM, 20 October 2024
ADVERTISEMENT
ઇન્ટરનેટ પર ત્યારે એક વિડીઓ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાની છોકરી પોતાના ગળામાં ઝેરી સાપ લટકાવીને ઊભી છે. તે તેની સાથે રમતી દેખાઈ રહી છે. વિડીયોમાં ધબકારા વધારે તેવો સીન કેદ થઈ ગયો છે. છોકરી પણ થોડી ડરેલી લાગે છે. સાપ તેના શરીર પર ફરી રહ્યો છે . સૌભાગ્યથી સાપ ગુસ્સે નથી થતો અને તેને કોઈ પ્રકારનું નુકસાન પહોંચાડતો નથી.
ADVERTISEMENT
જણાવી દઈએ કે એરિયાના નામની છોકરી સાપની શોખીન છે. ટેન ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 400,000થી પણ વધારે ફોલોઅર્સ છે. તેને બાયોમાં ફક્ત એટલું જ લખ્યું છે કે, 'બસ એક છોકરી અને સાપો માટે તેનો જુસ્સો.'
તેને આ વિડીયોના કેપ્શનમાં લખ્યું છે, 'અરે હું Snakemasterexotics થી એરિયાના છું. અંદાજો લગાવો. મારા ગળામાં આ મોટો સાપ છે. પરંતુ ચિંતા ન કરો. મે આને નિયંત્રણમાં લઈ લીધો છે. પ્રોફેશનલની જેમ સાપને હેન્ડલ કરવું મારા માટે સરળ કામ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વિડીયોએ સોશિયલ મીડિયા પર આક્રોશ પેદા કર્યો છે. લોકો છોકરીના માતા-પિતાની આલોચના કરી રહ્યા છે. અમુક લોકોનું કહેવું છે કે સોશિયલ મીડિયામાં આ રીતની લોકપ્રિયતા જીવલેણ સાબિત થઈ શકે છે. ઘણા લોકોએ આવા બહાદુરી ભર્યા કાર્યના જોખમ પર સવાલો પૂછ્યા છે.

ADVERTISEMENT
એક યુઝરે કહ્યું, 'તેમ કેવા માતા-પિતા છો. બેચારી છોકરીને જોખમની નથી ખબર.' બીજાએ લખ્યું, 'કોઈ આ વ્યક્તિને અરેસ્ટ કરો અને આ બાળક માટે બીજો પરિવાર શોધવાની જરૂર છે.' ત્રીજાએ કહ્યું, 'તે માત્ર એક નાની છોકરી છે.'
વધુ વાંચો: વિમાનમાં બોમ્બની ધમકીના મામલામાં કેન્દ્ર સરકાર ગંભીર, ગૃહ મંત્રાલયે રિપોર્ટ માંગ્યો
ADVERTISEMENT
આની પહેલા પણ એરિયાનાએ સાપને વિભિન્ન પ્રજાતિઓની સાથે પોતાના ઘણા વિડીયો અને ફોટોસ પોસ્ટ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો