બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / Girder machine hit in Shahpur, Maharashtra

BIG BREAKING / થાણે અકસ્માતમાં 17ના મોત: PM મોદીએ કર્યું દુ:ખ વ્યક્ત, મૃતકોના પરિવારજનોને 2 લાખ તો ઘાયલોને 50 હજારની સહાય

Dinesh

Last Updated: 10:01 AM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થાણેના શાહપુર સરલામ્બે વિસ્તારમાં સમૃદ્ધિ મહામાર્ગના નિર્માણ કાર્ય દરમિયાન ક્રેન એટલે કે ગર્ડર મશીન પુલ પરથી નીચે પડી ગયું હતું, આ દુર્ઘટનામાં 17 લોકોના મોત થયા છે

  • મહારાષ્ટ્રના શાહપુરમાં ગર્ડર મશીન પટકાયું
  • ગર્ડર મશીન પુલ પરથી પટકાતા 17 લોકોના મોત
  • દુર્ઘટનામાં ત્રણ ઘાયલ, 10થી15 લોકો ફસાયેલા

મહારાષ્ટ્રના થાણેના શાહપુરમાં મંગળવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. થાણેના શાહપુર સરલામ્બે વિસ્તારમાં સમૃદ્ધિ મહામાર્ગના નિર્માણ કાર્ય દરમિયાન ક્રેન એટલે કે ગર્ડર મશીન પુલ પરથી નીચે પડી ગયું હતું. પાપ્ત માહિતી મુજબ જેમાં લગભગ 17 લોકોના મોત થયા છે તેમજ ત્રણ ઘાયલ થયા છે. વિગતો મુજબ આ દુર્ઘટનામાં હજુ પણ 10થી15 લોકો અંદર જ ફસાયેલા છે. ક્રેન લગભગ 200 ફૂટથી નીચે પડી હતી જેના પછી અફરા તફરી મચી હતી. આ દુર્ઘટનાનું કારણ હજુ સુધી સ્પષ્ટ જાણવા મળ્યું નથી પરંતુ સૂત્રો પાપ્ત વિગતો મુજબ ઓવરલોડિંગને કારણે આ ઘટના બની હતી.

PMએ સહાયની જાહેરાત કરી
મહારાષ્ટ્રના થાણેના શાહપુરમાં થયેલી દુર્ઘટના મામલે પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે, દુર્ઘટનાથી દુઃખી છું, જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના, NDRF અને સ્થાનિક વહીવટીતંત્ર દુર્ઘટનાના સ્થળે કામ કરી રહ્યું છે. મૃતકના પરિવારજનોને 2 લાખ તેમજ ઘાયલોને રૂ. 50 હજારની સહાયની પણ જાહેરાત કરી છે

ક્રેન લગભગ 200 ફૂટની ઊંચાઈએ હતી
NDRFની બે ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. પોલીસના જણાવ્યા  મુજબ આ વિસ્તારમાં સમૃદ્ધિ હાઇવેના ફેઝ-3નું કામ ચાલી રહ્યું છે. થાંભલા પર બ્રિજ બનાવવાની ક્રેન ત્યાં હતી અને આ ક્રેનની મદદથી ગર્ડરને ઉંચો કરીને જોડવામાં આવી રહ્યો હતો. ક્રેન લગભગ 200 ફૂટની ઊંચાઈએ હતી. જે મંગળવારે વહેલી સવારે શાહપુર વિસ્તારમાં આ મશીન અચાનક નીચે પડી ગયું હતું. પુલની નીચે મોટી સંખ્યામાં શ્રમિકો હતા જેઓ આ દુર્ઘટનાના ભોગ બન્યા હતાં. મશીન પડવા પાછળનું સાચું કારણ જાણી શકાયું નથી. ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. પાપ્ત માહિતી મુજબ એક ડઝનથી વધુ લોકો ફસાયેલા હોઈ શકે છે.

17 લોકોના મોત
શાહપુર પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 17 લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. સમૃદ્ધિ મહામાર્ગના નિર્માણ કાર્ય દરમિયાન શાહપુર વિસ્તારમાં ગર્ડર લોન્ચિંગ મશીન નીચે પડી ગયું હતું. ફેઝ-3ના કામ દરમિયાન મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. પોલીસે આ અંગે બેદરકારીની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ઓવરલોડના કારણે મશીન નીચે પડ્યું હોવાની વાત સામે આવી રહી છે. આ વિસ્તારમાં હાઇવે બનાવવાનો કોન્ટ્રાક્ટ કઇ કંપનીને આપવામાં આવ્યો હતો અને તેના માલિક કોણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ