બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / get pan card in few minutes verification will also done immediately know its process

તમારા કામનું / ઘરે બેઠા મિનિટોમાં બનાવો પાન કાર્ડ, ફટાફટ થઈ જશે વેરિફિકેશન, જાણો સંપૂર્ણ પ્રોસેસ

Arohi

Last Updated: 04:01 PM, 17 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરે બેઠા અમુક જ મિનિટોમાં પાન કાર્ડ બનાવી શકાય છે.

  • પાન કાર્ડ કઢાવવા માટે ઘક્કા ન ખાવ 
  • અહીં જુઓ ઘરે બેઠા કઈ રીતે મળશે પાન કાર્ડ 
  • જાણો સ્ટેપ ટૂ સ્ટેપ પ્રોસેસ 

આજના સમયમાં પાન કાર્ડ ખૂબ જ જરૂરી થઈ ગયું છે. પાન વગર સરકારી કાર્યો, નાણાકીય લેવડ દેવડમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. બિનજરૂરી મુશ્કેલીઓથી બચવા માટે તમારે પેન કાર્ડ બને તેટલું જલ્દી બનાવી લેવું જોઈએ. જો તમે સરકારી ઓફિસમાં જઈને પાન કાર્ડ નથી બનાવવા માંગતા તો ઘરે બેઠા ઓનલાઈન બનાવી શકો છો. પાન વેરિફિકેશન પણ ઓનલાઈન થશે. ઓનલાઈન પાન કાર્ડ બનાવવાની પ્રોસેસ તમે અમુક જ મિનિટોમાં પુરી કરી શકો છો. અહીં જુઓ સંપૂર્ણ પ્રોસેસ 

ઓનલાઈન પાન કાર્ડ બનાવવાની પ્રોસેસ 

  • સૌથી પહેલા આવકવેરા વિભાગની વેબસાઈટ www.incometax.gov.in પર જાઓ. તેમાં Instant PAN through Aadhaar ના ઓપ્શન પર ક્લિક કરો. 
  • ત્યાર બાદ Get New PAN અને Check Status/Download PAN ના બે ઓપ્શન જોવા મળશે. તેમાં તમને Get New PAN  પર ક્લિક કરવાનું રહેશે. 
  • ત્યાર બાદ નવું પેજ ખુલશે. તેમાં પોતાનો આધાર નંબર નાખો અને કેપ્ચા કોડને દાખલ કરો. 
  • ત્યાર બાદ તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. તે ઓટીપી નાખો અને પછી તમારુ ઈ-મેલ આઈડી નાખો, ત્યાર બાદ પાન કાર્ડ દ્વારા જરૂરી જાણકારીઓ દાખલ કરો. 
  • ત્યાર બાદ અમુક મિનિટમાં તમારો પાન નંબર મળી જશે અને તમે તેને પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો. 
  • તેના માટે તમારે આ વેબસાઈટ પર Check Status/Download PAN પર ક્લિક કરવાનું રહેશે અને પછી પીડીએફમાં પાન કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે. જો તમારે પાન કાર્ડની હાર્ડ કોપી જોઈએ છે તો 50 રૂપિયા આપીને તેને લઈ શકો છો. 


 

સંકળાયેલા મુદ્દાઓ

PAN Card process verification પાન કાર્ડ PAN CARD
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ