ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / germanies chancellor anjela markel runs to the podium for pick the forgotten mask

કોરોના વાયરસ / આપણા નેતાઓ માસ્ક વિના બિન્દાસ ફરે અને જર્મનીના ચાન્સેલર માસ્ક ભૂલી ગયા તો જુઓ કેવા દોડ્યાં

Published By: Nikul

Last Updated: 12:57 PM, 22 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસે પૂરા વિશ્વમાં તબાહી મચાવી છે. સામાન્ય લોકો હોય કે રાષ્ટ્ર પ્રમુખ, કોરોનાએ દરેકને મોઢે માસ્ક લગાવવા પર મજબૂર કરી દીધા છે. એવામાં જર્મનીમાં જે થયુ તે જોઈને તમે થશે કે આમાથી આપણે પણ શીખ લેવી જોઈએ.

ADVERTISEMENT

  • સ્પીચ આપ્યા બાદ જર્મન ચાન્સેલર માસ્ક પોડિયમ પર ભુલ્યા
  • માસ્ક લેવા માટે ભયભીત થઈને પોડિયમ તરફ દોડ્યા
  • માસ્ક પોતાની પાસે ના જોઈને ચાન્સેલર ઘબરાઈ ગયા

માસ્ક લેવા પોડિયમ તરફ દોડ્યા

જર્મનીમાં શુક્રવારે સંસદ સત્રને સંબોધિત કરતા જર્મન ચાંસેલર એંજેલા મર્કેલ તે સમયે ઘબરાઈ ગયા જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમના ચહેરા પર માસ્ક નથી. તેમણે અનુભવ કર્યો કે તે પોડિયમ પર જ તેમનું માસ્ક ભુલી ગયા છે. ત્યારબાદ માસ્ક લેવા માટે તેઓ પોડિયમ તરફ દોડ્યા અને તે દરમિયાન તેઓ ઘબરાયેલા હતા. એક વીડિયોમાં તેમના મોઢા પર સ્પષ્ટ ગભરાહટ જોવા મળે છે. જે વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. 

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોવા મળે છે કે કેવી રીતે એંજેલા મર્કેલ તેની ફાઇલ ટેબલ પર મુકે છે અને તેમને ખ્યાલ આવે છે કે પોડિયમ પર તેમનુ માસ્ક ભુલી ગયા છે. તો તેઓ ભયભીત થઈ ગયા. ત્યારબાદ તરત તેઓ પોડિયમ પાસે ભાગ્યા અને પોતાનું માસ્ક લીધું. અન્ય એક મહિલાએ માસ્ક સાફ કરીને એંજેલા મર્કેલને સોંપી દીધું.

એક મિલિયનથી વધારે લોકોએ વીડિયો જોયો

આ વીડિયો અંગે એક ન્યૂઝ એજન્સીએ તેનાં કેપ્શનમાં લખ્યુ છે કે, એંજેલા મર્કેલ એક ભાષણ બાદ પોડિયમ પર પોતાનું ફેસ માસ્ક ભુલી જાય છે. આ વીડિયોને અત્યારસુધી એક મિલિયથી પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે અને સોશિયલ મીડિયા પર તે વીડિયોની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે.

વિશ્વના રસિકરણથી કોરોના સમાપ્ત થશેે

બીજી તરફ સત્ર દરમિયાન એંજેલા મર્કેલે કોરોના પર જર્મન સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલ પગલાની માહિતી આપી. તેમણે કહ્યું કે, અન્ય ધની દેશોએ પૈસા ઉપરાંત વિકાસશીલ દેશોને તેમની વેક્સિનનાં થોડા ડોઝ આપવાની જરુરિયાત થઈ શકે છે. કેમકે પૂરી દુનિયામાં રસિકરણ કરવાથીજ કોરોના વાયરસને સમાપ્ત કરી શકાશે.

સંકળાયેલા મુદ્દાઓ

Germany Political chancellor podium એંજેલા મર્કેલ ચાંસેલર જર્મની ચાન્સેલર પોડિયમ પોલિટીક્સ Corona virus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ