બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / german-police-shutdown-darknet-child-pornography

ખુલાસો / દુનિયાના સૌથી મોટા ચાઇલ્ડ પોર્નોગ્રાફિક પ્લેટફોર્મનો 'પર્દાફાશ', ચાર લાખ લોકો હતા સભ્ય

Nirav

Last Updated: 07:53 PM, 3 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસે જણાવ્યું કે, 2019 થી, આ પ્લેટફોર્મ બ્યોઝટાઉનના નામે ચાલતું હતું. આ નેટવર્ક સાથે આશરે ચાર લાખ સભ્યો સંકળાયેલા હતા.

  • જર્મન પોલીસે કર્યો ભંડાફોડ 
  • પ્લેટફોર્મને સીલ કરી દેવામાં આવ્યું 
  • બાળકો પર પડતી હતી ખરાબ અસર  

જર્મનીની પોલીસ દ્વારા દુનિયાના અત્યાર સુધીના સૌથી મોટા ડાર્કનેટ ચાઇલ્ડ પોર્નોગ્રાફી પ્લેટફોર્મનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, પોલીસે જણાવ્યું કે, 2019 થી, આ પ્લેટફોર્મ બ્યોઝટાઉનના નામે ચાલતું હતું. આ નેટવર્ક સાથે આશરે ચાર લાખ સભ્યો સંકળાયેલા હતા. હાલમાં આ ષડયંત્ર સાથે સંકળાયેલા અન્ય લોકોની શોધ કરવામાં આવી રહી છે. પોલીસનો દાવો છે કે તેઓ ટૂંક સમયમાં જ જેલની સળિયા પાછળ હશે.

જર્મન પોલીસે કર્યો 'પર્દાફાશ' 

જર્મની પોલીસે વિશ્વના સૌથી મોટા ચાઇલ્ડ પોર્નોગ્રાફી પ્લેટફોર્મનો પર્દાફાશ કર્યો છે. પોલીસે એક સાથે દરોડા પાડતા સૌથી મોટા ડાર્કનેટ ચાઇલ્ડ પોર્નોગ્રાફી પ્લેટફોર્મને સીલ કરી દીધું છે. ત્રણ લોકોની ધરપકડ પણ કરી હતી. તે જ સમયે, પેરાગ્વેમાં અન્ય એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. 

પોલીસે જણાવ્યું કે, 2019 થી, આ પ્લેટફોર્મ બ્યોઝટાઉનના નામે ચાલતું હતું. આ નેટવર્ક સાથે આશરે ચાર લાખ સભ્યો સંકળાયેલા છે. એપ્રિલમાં, આ પ્લેટફોર્મ વિશેની માહિતી મળી હતી. ગુપ્ત વ્યૂહરચનાના ભાગરૂપે, પ્લેટફોર્મ વિશેની માહિતી એકત્રિત કરવામાં આવી હતી અને ત્યારબાદ, એક સાથે ઘણા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

ઇન્ટરનેટ પર ડર્ટી વીડિયો અપાતા હતા

પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ નેટવર્ક સાથે સંકળાયેલા સભ્યો અન્ય લોકોને ખરાબ ગ્રાફિક ઇમેજ અને વિડિઓ સામગ્રી આપતા હતા. પકડાયેલા આરોપી ટેકનોલોજી દ્વારા એક જગ્યાએથી બીજે સ્થળે ગંદા વીડિયો મોકલતો હતો. આની બાળકો પર ખરાબ અસર પડી હતી. આ નેટવર્ક દ્વારા વિશ્વના ઘણા દેશોના લોકો આમાં જોડાયેલા છે. 

પોલીસ હાલમાં નેટવર્કના માસ્ટર માઇન્ડની શોધ કરી રહી છે. પોલીસનો દાવો છે કે માસ્ટરમાઈન્ડની ધરપકડ ટૂંક સમયમાં કરવામાં આવશે. પોલીસનું કહેવું છે કે હજી ઘણા મહત્વના ઘટસ્ફોટ થવા બાકી છે. ઘણા દેશોમાં ચાઇલ્ડ પોર્ન પર પ્રતિબંધ છે. આ હોવા છતાં, તેની કેટલીક સંસ્થાઓ આ વ્યવસાય સાથે સંકળાયેલી છે. પોલીસ આ સંગઠનોની શોધ કરી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Child pornography Germany child porn racket darknet ચાઇલ્ડ પોર્નોગ્રાફી જર્મની ડાર્કનેટ Scam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ