બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / general secretary of youth congress vinaysinh tomar resigns in gujarat

રાજકારણ / કોંગ્રેસમાં 'ઓટ', ભાજપમાં 'ભરતી': રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ ટાણે વધુ એક ઝટકો, યુથ કોંગ્રેસના પ્રમુખ બાદ હવે મહામંત્રીનું રાજીનામું

Dhruv

Last Updated: 03:11 PM, 5 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વનાથ વાઘેલા બાદ હવે આજે યુથ કોંગ્રેસના મહામંત્રીએ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ ટાણે જ રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં હડકંપ.

  • રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ ટાણે જ રાજીનામાનો સિલસિલો
  • આજે યુથ કોંગ્રેસના મહામંત્રી વિનયસિંહ તોમરનું રાજીનામું
  • આવતીકાલે યુથ કોંગ્રેસ-NSUIના નેતાઓ ભાજપમાં જોડાશે

ગુજરાતમાં રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ વખતે જ રાજીનામાનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે. ત્યારે ગઇકાલે વિશ્વનાથ વાઘેલાએ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ આજે યુથ કોંગ્રેસના મહામંત્રી વિનયસિંહ તોમરે રાજીનામું આપતા ગુજરાતના રાજકારણમાં ભારે હડકંપ મચી ગયો છે.

આવતીકાલે યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓ ભાજપમાં જોડાશે

અત્રે નોંધનીય છે કે, ગઇકાલે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યાં તો આજે વધુ એક દિગ્ગજે રાજીનામું ધરી દેતા કોંગ્રેસને ફરી મોટો ઝટકો લાગ્યો છે. એ સિવાય આવતીકાલે યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓ પણ હવે ભાજપમાં જોડાશે.

આવતી કાલે CR પાટીલની હાજરીમાં કેસરિયા કરશે

વિધાનસભા ચૂંટણી પહેલા અને રાહુલ ગાંધીના અમદાવાદ આગમન સમયે જ કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓ હવે ભાજપમાં જોડાશે. યુથ કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી જીગર માળી ભાજપમાં જોડાશે. તો NSUI પ્રદેશ ઉપ પ્રમુખ પાર્થ દેસાઈ ભાજપમાં જોડાશે. એ સિવાય વિશાલ ઠાકોર અને માલારામ ભાવરી પણ ભાજપમાં જોડાશે. એટલે કે આવતીકાલે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે આ તમામ ભાજપમાં જોડાશે. આવતી કાલે CR પાટીલની હાજરીમાં યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓ કેસરિયા કરશે.

ગઇકાલે જ ભરૂચ કોંગ્રેસમાં પણ ભંગાણ પડ્યું

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગઇકાલે ભરૂચ કોંગ્રેસમાં પણ ભંગાણ પડ્યું હતું. શહેર કોંગ્રેસના પ્રમુખ વિકી શોખી સહિત 400 જેટલા આગેવાન વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસ નેતાથી નારાજ થઈ ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, પ્રદેશ કોંગ્રેસ યુવા હોદ્દેદાર નિકુલ મિસ્ત્રી, વાગરા અને શહેર તેમજ તાલુકાના 7 હોદેદારોએ રાજીનામાં આપ્યા હતા. ભરૂચ ડિસ્ટ્રીકટ સહકારી બેંક ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનની ઉપસ્થિતિમાં કોંગ્રેસના 400 જેટલા હોદેદારો અને કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીના 2 હોદેદારોને ભાજપમાં આવકાર આપી કેસરિયો ખેસ પહેરાવાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ